પોક્સો કેસમાં આરોપીની જામીન અરજી મંજૂર કરતી સ્પેશિયલ કોર્ટ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૭. તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં એપ્રિલ 2025 ના અરસામાં ફરિયાદીની ભોગબનનાર દીકરી (નાબાલીક) ઉંમર આશરે ૧૬ વર્ષ ની એક છોકરાના પ્રેમમાં હતી અને ફરિયાદી તથા ઘરવાળાના ઠપકો આપવાના કારણે ઘર છોડીને જતી રહેલ. ફરિયાદી તથા ઘરના સભ્યોએ ઘણી શોધખોળ કરેલ પરંતુ દીકરી મળી આવેલ નહીં તે મુજબની ફરિયાદ સોનગઢ પો.સ્ટે. માં નોંધાવેલ.
ત્યારબાદ એક વર્ષ અને ચાર મહિના બાદ આરોપી તથા ભોગ બનનાર મળી આવેલ. આરોપી કે જે 20 વર્ષની ઉંમર ધરાવે છે તેને પોલીસે કસ્ટડીમાં લીધેલ જ્યારે ભોગ બનનાર દીકરી એ તેના પિતાનો ત્યાગ કરી આરોપીના ઘરનો સ્વીકાર કરેલ. ભોગ બનનાર હાલ 17 વર્ષની આસપાસની ઉંમરની થયેલ હોય અને નવ મહિનાનો ગર્ભ રહેલ હોય તેવા સંજોગોમાં ભોગ બનનાર આરોપીને જ પોતાનો પતિ માનતી હોય જેથી તેની સાસરીમાં જ રહેતી હતી.
મેડિકલ તપાસણી બાદ બી એન એસ ની કલમ 64 (2) (આઈ), 64 (2) એમ 65 (1) તથા પોક્સો એક્ટ ની કલમ 5 (જે)(ટુ ), પ (એલ) તથા ૬ નો ઉમેરો કરવામાં આવેલ.
આરોપીએ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તાપી માં જામીન અરજી કરવા માટે વકીલ ફાળવવી આપવા અરજી કરેલ. જેના આધારે લીગલેન્ડ ડિફેન્સ કાઉન્સેલના ચીફ નિલેશ જે. પટેલની નિમણૂક કરવામાં આવેલ.
એફ.આઇ.આર. ના ગ્રાઉન્ડ ઉપર આરોપી તરફે તાપી જિલ્લાના લીગલ એડ ડિફેન્સ કાઉન્સેલના ચીફ નિલેશ જે. પટેલએ જામીન જામીન અરજી કરેલ. અરજદાર તરફે નિલેશ જે. પટેલે સુપ્રીમ કોર્ટના લેન્ડમાર્ક જજમેન્ટ સંજય ચંદ્રા વિ. સી.બી.આઇ. , અમરમણી ત્રિપાઠી, તથા નામદાર ગુજરાત હાઇકોર્ટના ગુગો ચીથારભાઈ વિ. સ્ટેટ ઓફ ગુજરાત તથા હર્સુલ ગંભીરધાન તથા અલ્હાબાદ હાઇકોર્ટના મ્રીગરાજ ગૌતમના જજમેન્ટ ઉપર આધાર રાખી દલીલ કરી જણાવેલ કે, હાલના આરોપી કોઈ રીઢા ગુનેગાર નથી , તેઓ એકબીજા સાથે પ્રેમમાં હતા, પોતાની પ્રેમિકાના કહેવાથી તેઓ ભાગી ગયા હતા, પ્રેમીઓને સંમતિ માટેની વય મર્યાદાથી અજાણ હતા, પોકસો કાયદાનો ઉદ્દેશ્ય બાળકોના જાતીય શોષણ ને રોકવાનો હતો નહીં કે કિશોરો વચ્ચેના શાંતિપૂર્ણ અને પરસ્પર સંમતિથી બંધાયેલા પ્રેમ સંબંધોને ગુનાહિત ઠેરવવાનો. કિશોર અવસ્થાના પ્રેમ સંબંધોના આવા કિસ્સાઓમાં સાચા અને નિર્દોષ કિશોર કિશોરીઓ જેલ અથવા સંરક્ષણ ગૃહમાં સબડતા હોય છે. જેથી તેમના ભવિષ્ય પર નકારાત્મક અસર પડે છે. આરોપીને રાખવામાં આવે તો આરોપીને સુધારવાનો સુધારાત્મક હેતુ પૂરો થતો નથી. પરસ્પર આકર્ષણના કિસ્સાઓમાં તેમનો સામનો કોઈ કત્તર ગુનેગારો સાથે થતો નથી. અને કાયદાએ શોષણખોર કૃત્યો તથા કિશોરાવસ્થાના પ્રેમ સંબંધો વચ્ચે તફાવત કરવો જોઈએ. આવા સંજોગોમાં આરોપીને જામીન પર મુક્ત કરવો જોઈએ.
તાપી જિલ્લાના સ્પેશિયલ પોક્ષો કોર્ટના અધિક સેશન્સ જજ શ્રી ડી. આર. વ્યાસ સાહેબનાઓએ જામીન અરજી મંજૂર કરતો હુકમ કરેલ.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
