તાપી કલેક્ટર દેવ ચૌધરીની જનસેવા અને ઇ-ધરા કેન્દ્રની આકસ્મિક મુલાકાત

0
તાપી કલેક્ટર દેવ ચૌધરીની જનસેવા અને ઇ-ધરા કેન્દ્રની આકસ્મિક મુલાકાત
Contact News Publisher

અરજદારોના પ્રશ્નોના આયોજનબદ્ધ નિકાલ માટે કલેક્ટરશ્રી દેવ ચૌધરીએ માર્ગદર્શનું પુરુ પાડ્યું

—  

વ્યારા મામલતદાર મનીષભાઈ ભોય પાસેથી તાલુકાની જનસેવાલક્ષી તમામ કામગીરીનો ચિતાર મેળવી જરૂરી માર્ગદર્શન આપ્યું

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) :  ૧૮. :- તાપી જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરીએ મંગળવારે વ્યારા મામલતદાર કચેરી, જનસેવા કેન્દ્ર તથા ઇ-ધરા કેન્દ્રની આકસ્મિક મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે કચેરી દ્વારા નાગરિકોને અપાતી વિવિધ પ્રજાલક્ષી સેવાઓ અને કામગીરીનું સીધું નીરિક્ષણ કર્યું હતું.

 

કલેક્ટરશ્રી દેવ ચૌધરીએ જનસેવા અને ઇ-ધરા કેન્દ્રમાં અરજી સ્વીકારવાનો સમય, દરરોજ આવતી અરજીઓ તેનો ત્વરિત નિકાલ અને અરજદારોને પડતી મુશ્કેલીઓ અંગે વિગતે જાણકારી મેળવી હતી. આ સાથે તેમણે અરજદારોનું કામ સમયસર થાય તે અંગે આયોજનબદ્ધ અને અસરકારક કામગીરી કરવા માર્ગદર્શન પુરુ પાડ્યું હતું.

 

આ ઉપરાંત, મુલાકાત બાદ કલેક્ટરશ્રી દેવ ચૌધરીએ વ્યારા મામલતદારશ્રી મનીષ ભોય, નાયબ મામલતદારશ્રીઓ તેમજ સર્કલ અધિકારીઓ પાસેથી કામગીરી અંગે જાણકારી મેળવી હતી. ઉપરાંત, તાલુકાની કામગીરીમાં આવતી સમસ્યાઓ તથા સુધારાઓ અંગે વિગતો એકત્રિત કરવા માટે ખાસ સૂચનો આપ્યા હતા.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *