વ્યારા ખાતે ૧૨૫ ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતી તાલીમ શિબિર યોજાઈ 

0
વ્યારા ખાતે ૧૨૫ ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતી તાલીમ શિબિર યોજાઈ 
Contact News Publisher

વ્યારા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે નિમાસ્ત્રનું લાઈવ નિદર્શન અને મોડેલ ફાર્મની મુલાકાત યોજાઈ 

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) :  તા. 14.  વ્યારા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે વાલોડ તાલુકાના આત્મા પ્રોજેક્ટ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના “નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ” હેઠળ દેગામા અને ગોલણ ક્લસ્ટરના ૧૨૫ સ્વયંમ પ્રેરિત ખેડૂતો માટે એક દિવસીય તાલીમ શિબિર યોજાયો હતો.

 

આ તકે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડો. સી. ડી. પંડ્યા, પાક સંરક્ષણ વૈજ્ઞાનિક ડો. હિતેશ જાધવ તેમજ ફાર્મ મેનેજર પ્રતિભાબેન કોંકણી દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

 

તાલીમ દરિમયાન વિષય નિષ્ણાંતો તથા વૈજ્ઞાનિકો દ્વારા પ્રાકૃતિક ખેતીમાં જીવામૃત, ઘન જીવામૃત અને આચ્છાદનનો નિયમિત ઉપયોગ, ખેડૂતો માટે અત્યંત લાભદાયી સ્થાનિક જાતોના બીજ અને દેશી ગાય આધારિત પદ્ધતિઓ, પંચસ્તરીય મોડેલ તેમજ ઓછા ખર્ચે ગુણવત્તાયુક્ત અને કેમિકલમુક્ત ઉત્પાદન મેળવવાનો શ્રેષ્ઠ માર્ગ એવા પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શિત કરાયા હતા.

 

વધુમાં ખેડૂતોને કુદરતી જીવાત નિયંત્રણ માટે અસરકારક એવા ‘નિમાસ્ત્ર’ બનાવવાનું લાઈવ નિદર્શન આપવા સાથે પ્રાકૃતિક મોડેલ ફાર્મની પ્રત્યક્ષ મુલાકાત કરાવવામાં આવી હતી.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *