હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓને રાષ્ટ્રધ્વજનું વિતરણ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૪. સેન્ટર ઓફ એક્સલેન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનુ યુનિવર્સિટી, ઉકાઈ કેન્દ્ર દ્વારા “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત જનજાતિ તથા માછીમારી પ્રધાન વિસ્તારમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ અંતર્ગત માછીમારી વ્યવસાય સાથે સંકળાયેલા પરિવારોના બાળકો તેમજ માછીમારી વિસ્તારના વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમ, દેશભક્તિ અને રાષ્ટ્રીય એકતાની ભાવના વિકસે તે હેતુથી રાષ્ટ્રધ્વજ વિતરણ કરવામાં આવ્યું હતું. માછીમારી પ્રધાન ગામોમાં યોજાયેલા આ કાર્યક્રમમાં સ્થાનિક શાળાઓના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
કાર્યક્રમ દરમિયાન સેન્ટર ઓફ એક્સલેન્સ ઇન એક્વાકલ્ચરના કર્મચારીઓ, સ્થાનિક શિક્ષકો તેમજ ગામના આગેવાનોએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને “હર ઘર તિરંગા” અભિયાનના મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને સ્વતંત્રતા સેનાનીઓના બલિદાનને યાદ રાખી રાષ્ટ્રના વિકાસમાં સક્રિય યોગદાન આપવા પ્રેરિત કર્યા હતા.
આ પ્રસંગે વિવિધ શાળાઓના અંદાજે 200 જેટલા વિદ્યાર્થીઓને રાષ્ટ્રધ્વજનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દેશભક્તિના માહોલ વચ્ચે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
