આદિવાસી વિસ્તારના લોકોની મુંઝવણોનો ત્વરિત નિકાલ લાવવો એ આપણી પ્રાથમિક જવાબદારી : કલેક્ટરશ્રી દેવ ચૌધરી

0
આદિવાસી વિસ્તારના લોકોની મુંઝવણોનો ત્વરિત નિકાલ લાવવો એ આપણી પ્રાથમિક જવાબદારી : કલેક્ટરશ્રી દેવ ચૌધરી
Contact News Publisher

તાપી કલેક્ટરશ્રી દેવ ચૌધરીના હસ્તે નવનિયુક્ત મહેસુલી તલાટીઓને ઇન્ક્યુબેશન તાલીમ પૂર્ણ થતાં પ્રશસ્તિપત્ર એનાયત કરાયા

— 

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. 14. – તાપી જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરીએ નવનિયુક્ત મહેસુલી તલાટીઓને ઇન્ક્યુબેશન તાલીમ પૂર્ણ થયાં બદલ જિલ્લા પંચાયતના ઓડિટોરિયમ હોલ ખાતે પ્રશસ્તિપત્ર એનાયત કર્યુ હતુ.

 

આ પ્રસંગે કલેક્ટરશ્રી દેવ ચૌધરીએ જણાવ્યું કે, વહીવટી તંત્રનો મુખ્ય પાયો શિસ્ત છે. તાપી જિલ્લો મુખ્યત્વે આદિવાસી સમુદાય ધરાવે છે. અહીંના સ્વભાવે સરળ અને સાદાભોળા આદિવાસી નાગરિકોને સરકારશ્રીની પ્રત્યેક યોજનાનો લાભ મળે, સરકારી સેવાઓ સરળતાથી ઉપલબ્ધ થાય અને તેમની કોઈપણ મુશ્કેલી કે મૂંઝવણ હોય તો તેનો ત્વરિત ઉકેલ લાવવો એ આપણા સૌની નૈતિક અને વહીવટી જવાબદારી છે. આપણે સૌએ ટીમ તાપી બનીને પ્રજાહિતના કાર્યો કરવાના છે.

 

આ તકે કલેક્ટરશ્રી દેવ ચૌધરીએ નવનિયુક્ત તલાટીશ્રીઓને તાલીમમાં પ્રાપ્ત કરેલ જ્ઞાનનો પ્રજાહિતમાં ઉપયોગ કરવા તેમજ વહીવટી તંત્રમાં તલાટીની ભૂમિકા અને બ્યુરોક્રેસી અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

 

આ તકે પ્રાંત અધિકારીશ્રી સંદિપ ગાયકવાડ, વ્યારા મામલતદારશ્રી મનીષ ભોય સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

0000

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

_______________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *