વ્યારા તાલુકામાં કોરોના પોઝિટિવનો વધુ એક કેસ ઉમેરાયો : જીલ્લામાં 10 કેસો થયા
(માહિતિ વિભાગ દ્વારા, તાપી) : પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચાંપાવાડીથી પ્રાપ્ત થતી માહિતી મુજબ તાપી જીલ્લાના વ્યારા તાલુકાનાં ઘાટા ગામે કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. ગિરીશભાઈ રહે.ગાંધીનગર સેક્ટર 21 તારીખ 17-06-2020 ના રોજ તાવ આવેલ હતો ( 98 To 99F ) એ સિવાય એમને કોઇ પણ પ્રકારના લક્ષણો ન હતા . તારીખ 18 06-2020 ના રોજ ગાંધીનગર ખાતે પ્રાઇવેટ સાર્થક ક્લીનીક ડો . વાઘેલા પાસે તાવ માટેની ટ્રીટમેંટ લીધેલ હતી , જે સેક્ટર 6 માં આવેલ છે . એમને તાવ દર એક બે દીવસ ના અત્રે હલ્કો હલ્કો આવતો હતો . ત્યાર બાદ તારીખ 20-06-2020 ના રોજ સેક્ટર 21 માં આવેલ ડો . પંડ્યા ( MDPHY ) એમની પાસે ફરી તાવની ગ્રેટમેન્ટ કરવા ગયા હતા . ત્યાર બાદ એમને સારુ હતુ . પંરતુ કોઇ એક દીવસની દવા પીધેલ ન હતી એટલે તારીખ 24-06-2020 ના રોજ ફરી ડો . પંડ્યા પાસે ગયા હતા . ત્યાં એમનો ચેસ્ટ એક્ષરે કરાવેલ હતો , ડો . પંડ્યા એ જણાવ્યુ હતુ કે એક્ષરે પોઝિટીવ છે . જેથી Covid – 19 ટેસ્ટ કરાવી લો . ત્યાર બાદ તેવો પોતાની પ્રાઇવેટ વ્હીક્લ લઇને તારીખ 24-06-2020 પોતાના વતન ઘાટા વેલજીપુરા આવેલ , તારીખ 25-06-2020 ના રોજ કોઇ પણ તકલીફ ન હતી , પંરતુ ગાંધીનગર ના ડોક્ટરના કહેવાથી Covid – 19 ટેસ્ટ કરવા જનરલ હો . વ્યારા ખાતે ગયેલ હતા . જ્યા આજરોજ એમનો રેપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેઓ વ્યારાની જનરલ હોસ્પિટલ ખાતે દાખલ છે.