વ્યારાનાં માલીવાળમાં રહેણાંક મકાનને નિશાન બનાવી એક લાખ નેવુ હજારનાં મત્તાની ચોરી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વ્યારાનાં માલીવાળ વિસ્તારમાં આવેલ એક રહેણાંક મકાનમાં અંદાજે એક લાખ નેવુ હજારનાં મત્તાની ચોરી થવા પામી છે.
તાપી જીલ્લાનાં વ્યારા નગરમાં આવેલ માલીવાળ વિસ્તારમાં પોસ્ટ ઓફિસની પાછળ રહેતા અને પશુપાલનનો ધંધો કરતાં દિનેશભાઈનાં રહેણાંક મકાનનાં મુખ્ય દરવાજાને લગાવેલ નકુચો કોઇ અજાણ્યા ચોર ઈસમે કોઇ સાધન વડે ગઈકાલ તા. 26નાં સાંજે 7 વાગ્યાથી તા. 27મી નાં સવારે 6 વાગ્યા દરમ્યાનનાં સમયગાળામાં તોડી દરવાજો ખોલી ઘરમાં પ્રવેશ કરી ઘરનાં બીજા રુમમાં મુકેલ કબાટની તિજોરીમાં મુકેલ રોકડા રૂપિયા 90000/- તથા જુની સોનાની ચૈન પાંચ તોલાની કિંમત રુ 50000/-, તથા જુની સોનાની સાદી ચૈન એક તોલાની કિંમત રુ 5000/- તથા સોનાની વીટી નંગ 2, કિંમત રુ 5000/- તથા સોનાની બુટી પાંચ જોડી વજન આશરે 2 તોલા કિંમત આશરે રૂપિયા 15000/- તથા ચાંદીની સાંકડી 2 જોડી વજન આશરે સાત તોલા કિંમત રુ 15000/- તથા ચાંદની ઝાંઝરી 1 જોડી આશરે 5 તોલાની કિંમત રુ 10000/- મળી કુલ રુપિયા 1,90,000/- ના મુદ્દામાલની કોઈ અજાણ્યા ચોર ઈસમ ચોરી કરી નાશી જવાની ઘાટનાં બનવા પામી છે. જે અંગે દિનેશભાઈએ વ્યારા પોલીસ મથકે જાણ કરતા વ્યારા પોલીસે ઈ.પી.કો. કલમ- ,૪૫૭,૩૮૦ મુજબ ગુનો નોંધ્યો હતો. ગુનાની આગળની વધુ તપાસ પી.એસ.આઈ. બી. આર. ચૌધરી કરી રહ્યા છે.