નિઝરના બાલંબા ગામના સરપંચે RTI હેઠળ માહિતિ માંગનાર મહિલાને જાહેર માં ફટકારી : સરપંચ સહિત ચાર સામે ગુનો દાખલ
(મુકેશ પાડવી દ્વારા, બાલ્દા-નિઝર) : તાપી જિલ્લાના નિઝરના બાલંબા ગામના સરપંચ અને સરપંચનાં દિકરા અને અન્ય લોકોએ RTI હેઠળ મનરેગાની માહિતિ માંગનાર મહિલાને જાહેરમાં ફટકારી હતી. સરપંચની દાદાગીરી અને મહિલાને વાળ ખેંચીને માર મારતો વીડિયો વાયરલ થયો હતો. આ મહિલાએ મનરેગા યોજનામાં ચાલી રહેલી ગેરરીતિ અંગે RTI હેઠળ માહિતિ માંગી હતી જેના પગલે સરપંચની પોલ ખૂલી જવાની હોવાથી સરપંચ વિનાયક વળવી અને તેમના પુત્ર સુનિલ વળવી અને અન્ય લોકોએ ઉશ્કેરાઈને મહિલાને ઢોર માર માર્યો. સોશિયલ મીડિયીમાં માર મારતો વીડિયો વાયરલ થયો છે.
જે અંગે નિઝર પોલીસે ઈ પી કો કલમ 323,504,114,506(2) હેઠળ સરપંચ સહિત ચાર લોકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.
આ અગાઊ પણ નિઝરનાં બલ્દા ગામે ભ્રષ્ટાચાર સામે અવાજ બુલંદ કરનાર પત્રકારને પણ ગામનાં સરપંચ દ્વારા માર મારવામાં આવ્યો હતો. નિઝર તાલુકામાં ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવનાર સામે આવી ઘટનાઓ સામાન્ય થઈ ગઈ છે.