તાપી જિલ્લા પ્રભારીમંત્રીશ્રી નરેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાશે
Contact News Publisher


(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૧૭. :- તાપી જિલ્લામાં આદિવાસી વિસ્તારોના સર્વાંગી વિકાસને વધુ વેગ આપવા માટે શનિવારે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે સાંજે ૪:૦૦ કલાકે રાજ્યના આદિજાતિ વિકાસ વિભાગના અને તાપી જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી નરેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને અને જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરીની ઉપસ્થિતિમાં ‘તાપી જિલ્લા આદિજાતિ વિકાસ મંડળ’ની બેઠક યોજાશે.
આ બેઠકમાં ન્યુ ગુજરાત પેટર્ન યોજના વર્ષ ૨૦૨૬-૨૭ અંતર્ગત આદિજાતિ વિસ્તારો માટે લોકઉપયોગી વિકાસલક્ષી કામોનું સુવ્યવસ્થિત આયોજન સહિત વિવિધ મુદ્દાઓને આવરી લેવાશે.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
