બેડવણ પ્ર. ઉમરદા અને જુનવાણ આંગણવાડીના ભૂલકાંઓ રસપ્રદ પ્રવૃત્તિઓમા જોડાયા

0
બેડવણ પ્ર. ઉમરદા અને જુનવાણ આંગણવાડીના ભૂલકાંઓ રસપ્રદ પ્રવૃત્તિઓમા જોડાયા
Contact News Publisher

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૧૬. :- તાપી જિલ્લાના સોનગઢ બેડવણ પ્ર ઉમરદા અને જુનવાણ આંગણવાડી કેન્દ્ર ખાતે બાળકો માટે પ્રકૃતિ આધારિત એક વિશેષ અને રસપ્રદ પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. ગોખણપટ્ટીના બદલે ‘જ્ઞાન સાથે ગમ્મત’ અને પ્રત્યક્ષ અનુભવ દ્વારા બાળકો શીખે તે હેતુથી આંગણવાડી કેન્દ્ર ખાતે અનોખી પદ્ધતિ અપનાવવામાં આવી હતી.

 

વધુમાં જુનવાણ આંગણવાડી કેન્દ્ર ખાતે જમીન પર અનાજના દાણાની મદદથી થડ અને મૂળની સુંદર આકૃતિ તૈયાર કરી હતી અને તેની ઉપર અસલી લીલાં પાંદડાં ગોઠવીને આખું ઝાડ પ્રત્યક્ષ રીતે બાળકો સમક્ષ રજૂ કર્યું હતું. લાકડીની મદદથી બાળકોને ખૂબ જ સરળ શૈલીમાં ઝાડના અલગ-અલગ ભાગો જેવા કે મૂળ, થડ, ડાળીઓ અને પાંદડાંની ઓળખ આપવામાં આવી હતી.

 

આ ઉપરાંત, બાળકોને પ્રકૃતિની નજીક લઈ જઈને કુદરતી વાતાવરણમાં વિવિધ ઝાડ-છોડના પાંદડાઓની ઓળખ કરતા શીખવવામાં આવ્યું હતું. આ નવતર પ્રયોગમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને પ્રાયોગિક શિક્ષણનો સાચો આનંદ મેળવ્યો હતો.

 

નોંધનીય છે કે, તાપી જિલ્લાના તમામ તાલુકાઓના આંગણવાડી કેન્દ્રો પર ભૂલકાઓને જ્ઞાન સાથે ગમ્મતની અનેકવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે.

000

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *