વાલોડ ઘટકના ટોકરવા અને દેલવાડા-૨ આંગણવાડી કેન્દ્રોની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરતા જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરી

દૂધ સંજીવની, પોષણ સુધા યોજના, પોષણની ગુણવત્તા અને વિશેષ બાળ સંભાળ અંગે સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું
—
(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૧૧. – તાપી જિલ્લાના જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરીએ શુક્રવારના રોજ વાલોડ ઘટકના ટોકરવા તથા દેલવાડા-૨ આંગણવાડી કેન્દ્રોની મુલાકાત લઈ વિવિધ સેવાઓ અને યોજનાઓની કામગીરીનું સ્થળ પર જઈ નિરીક્ષણ કર્યું હતું.
મુલાકાત દરમિયાન કલેક્ટરશ્રીએ દૂધ સંજીવની યોજના તથા પોષણ સુધા યોજના હેઠળ લાભાર્થીઓને નિયમિતપણે આપવામાં આવતા લાભોની ચકાસણી કરી હતી. યોજનાના લાભાર્થીઓના રેકોર્ડ અને ફોટોગ્રાફનું વેરિફિકેશન કરી નોંધોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત આંગણવાડી કેન્દ્રોમાં મેનુ મુજબ બાળકોને આપવામાં આવતા નાસ્તાની ગુણવત્તાની તપાસ કરવામાં આવી હતી. કેન્દ્રમાં ઉપલબ્ધ ભૌતિક સુવિધાઓનું પણ નિરીક્ષણ કરી જરૂરી સુધારા માટે સંબંધિતોને સૂચનો આપવામાં આવ્યા હતા.
કલેક્ટરશ્રીએ વિશેષ જરૂરિયાત ધરાવતા બાળકો (સ્પેશિયલ ચાઈલ્ડ કેર)ની યોગ્ય સંભાળ, પોષણ અને સર્વાંગી વિકાસ અંગે આંગણવાડી કાર્યકરોને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું તેમજ લાભાર્થીઓને ગુણવત્તાસભર સેવાઓ સમયસર ઉપલબ્ધ થાય તે માટે જરૂરી સૂચનાઓ આપી હતી.
000
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
