ઐતિહાસિક ડોસવાડા ડેમ તેની મહત્તમ સપાટી વટાવીને છલોછલ ભરાયો

0
ઐતિહાસિક ડોસવાડા ડેમ તેની મહત્તમ સપાટી વટાવીને છલોછલ ભરાયો
Contact News Publisher

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા.09. :-ચોમાસાની ચાલુ સીઝનમાં તાપી જિલ્લામાં નોંધાયેલા સતત વરસાદના પરિણામે તાપી જીલ્લાનો ઐતિહાસિક ડોસવાડા ડેમ તેની મહત્તમ સપાટી સંપૂર્ણ ભરાઈ ચૂક્યો છે.

 

જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર તરફથી મળતી સત્તાવાર માહિતી અનુસાર, તા. ૦૯ જુલાઈ, ૨૦૨૬ના રોજ સવારે ૧૦:૦૦ કલાકની સ્થિતિએ ડેમની વર્તમાન જળસપાટી (P.W.L) ૧૨૩.૪૬ મીટર નોંધાઈ છે, જે તેની ભયજનક સપાટી (FRL) ૧૨૩.૪૪ મીટર કરતાં ૦.૦૨ મીટર વધુ છે.

 

ચાલુ મોસમમાં અત્યાર સુધી અહીં કુલ ૫૨૭ મિલીમીટર જેટલો નોંધપાત્ર વરસાદ વરસી ચૂક્યો છે, જેના કારણે ડેમમાં પાણીનો જીવંત સંગ્રહ ૩.૩૩ MCM થઈ જતાં ડેમ અત્યારે ૧૦૦ ટકા ક્ષમતા સાથે છલોછલ ભરાઈ ગયો છે.

 

હાલમાં ઉપરવાસમાંથી ડેમમાં ૫૮.૦૦ ક્યુસેક પાણીની સતત આવક થઈ રહી છે, જેની સામે ડેમ સંપૂર્ણ ભરાયેલો હોવાથી એટલી જ માત્રામાં એટલે કે ૫૮.૦૦ ક્યુસેક પાણી ડેમની ક્રેસ્ટ પરથી ૦.૦૨૫ મીટરની ઊંચાઈએથી ઓવરફ્લો (જાવક) થઈને નદીમાં વહી રહ્યું છે.

 

ડેમમાં હાલ કુલ જળસંગ્રહ ક્ષમતા ૩.૪૩ MCM છે. ડેમ ઓવરફ્લો થતાં વહીવટી તંત્ર દ્વારા નદી કિનારાના નીચાણવાળા વિસ્તારો અને સંબંધિત ગામોના નાગરિકોને નદી કિનારે ન જવા તથા સાવધ રહેવા સત્તાવાર સૂચના આપવામાં આવી છે.

000

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other