ઓલપાડ તાલુકાની કોબા પ્રાથમિક શાળાને રાજ્ય કક્ષાનો ગ્રીન સ્કૂલ એવોર્ડ એનાયત

0
ઓલપાડ તાલુકાની કોબા પ્રાથમિક શાળાને રાજ્ય કક્ષાનો ગ્રીન સ્કૂલ એવોર્ડ એનાયત
Contact News Publisher

હરિયાળું ગાર્ડન, ઇકો ક્લબ, નિયમિત વૃક્ષારોપણ, જળ સંરક્ષણ, કચરા વ્યવસ્થાપન, સ્વચ્છતા અભિયાન અને બાળકોમાં પર્યાવરણ જાગૃતિ લાવતી સર્જનાત્મક પ્રવૃત્તિઓને મળ્યો આ સન્માનનો આધાર

 

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા.૦૮.  વૃક્ષ વાવો, વરસાદ લાવોનાં પવિત્ર સંદેશને જીવનમાં ઉતારી પર્યાવરણ સંરક્ષણ માટે સતત કાર્યરત સુરત જિલ્લાનાં ઓલપાડ તાલુકાનાં છેવાડા ગામની પ્રાથમિક શાળા કોબાને વડોદરા ન્યૂઝ મેગેઝિન ફાઉન્ડેશન (VNM) દ્વારા આયોજિત “પર્યાવરણીય શ્રેષ્ઠતા પુરસ્કાર–2026” અંતર્ગત રાજ્ય કક્ષાનો ગ્રીન સ્કૂલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આ એવોર્ડ માટે રાજ્યભરમાંથી 138 અરજીઓ પ્રાપ્ત થઈ હતી. પ્રગતિશીલ ખેતી, ગ્રીન વર્ક પ્લેસ, ગ્રીન રેસિડેન્શિયલ સોસાયટી, ગ્રીન સ્કૂલ, એનજીઓ, વ્યક્તિગત પરિવર્તન લાવનાર અને નવીન યુનિવર્સિટી પ્રોજેક્ટ્સ સહિતની વિવિધ શ્રેણીઓમાં શ્રેષ્ઠ કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. તેમાં કોબા પ્રાથમિક શાળાએ ગ્રીન સ્કૂલ શ્રેણીમાં ગૌરવપૂર્ણ પ્રથમ પ્રાપ્ત કર્યું.

               શાળાનાં આચાર્ય ધર્મેન્દ્ર પટેલનાં માર્ગદર્શન હેઠળ વિકસાવાયેલ હરિયાળું ગાર્ડન, ઇકો ક્લબ, નિયમિત વૃક્ષારોપણ, જળ સંરક્ષણ, કચરા વ્યવસ્થાપન, સ્વચ્છતા અભિયાન અને બાળકોમાં પર્યાવરણ જાગૃતિ લાવતી સર્જનાત્મક પ્રવૃત્તિઓને આ સન્માનનો આધાર મળ્યો છે. વડોદરાનાં રાજવી પરિવારની શુભાંગીની ગાયકવાડનાં વરદ હસ્તે આ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. આ સન્માન માત્ર એક શાળાનું નહીં, પરંતુ હરિયાળું ગુજરાત અને ઉજ્જવળ ભવિષ્યનું ગૌરવ છે. આજે વાવેલું એક વૃક્ષ આવતીકાલે વરસાદ, જીવન અને આશાનું વરદાન બનીને પરત ફરે છે. આ સિદ્ધિ સમગ્ર શિક્ષણજગત અને ગ્રામ્ય સમાજ માટે પ્રેરણાદાયી બની છે. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *