તાપી જિલ્લાના બાળકો-યુવાનો માટે પર્વતારોહણ તાલીમની સુવર્ણ તક

0
પર્વતારોહણ સાહસિક પ્રવૃત્તિ અંતર્ગત તાપી જીલ્લામાં બાળકો અને યુવાનો માટે એડવેન્ચર અને બેઝિક તાલીમ (ai generated)
Contact News Publisher

એડવેન્ચર અને બેઝિક તાલીમ માટે તા. ૧૫ જુલાઈ સુધી અરજીઓ કરવાની રહેશે

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૦૭. :રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળ કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન પર્વતારોહણ સાહસિક પ્રવૃત્તિ અંતર્ગત તાપી જીલ્લામાં બાળકો અને યુવાનો માટે એડવેન્ચર અને બેઝિક તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે.

 

રસ ધરાવતા ઉમેદવારોએ જરૂરી વિગતો સાથે પોતાની અરજી તા. ૧૫ જુલાઈ, ૨૦૨૬ સુધી જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, જિલ્લા સેવા સદન, વ્યારા ખાતે જમા કરાવવાની રહેશે.

 

નોંધનીય છે કે આ એડવેન્ચર કોર્સ ૭ દિવસનો (૫૦ તાલીમાર્થી) તથા બેઝિક કોર્સ ૧૦ દિવસનો (૪૦ તાલીમાર્થી) રહેશે. એડવેન્ચર કોર્સ માટે વયમર્યાદા ૦૭ થી ૧૪ વર્ષ અને બેઝિક કોર્સ માટે ૧૪ થી ૪૫ વર્ષ નક્કી કરવામાં આવી છે.આવેલ પ્રવેશપત્રો માંથી યોગ્યતાના આધારે વહેલા તે પહલાના ધોરણે પસંદગી કરવામાં આવશે.

 

વધુ માહિતી માટે જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, વ્યારા ખાતે સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

0000

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *