કામધેનુ યુનિવર્સિટી ૧૮માં સ્થાપના દિવસ નિમિત્તે ગોશાળા ખાતે કુરમી નિવારણ કેમ્પ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, વ્યાર) : તા. ૦૭. કામધેનુ યુનિવર્સિટીના ૧૮ માં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે સેન્ટર ઑફ એક્સેલન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનુ યુનિવર્સિટી, ઉકાઈ તથા પશુપાલન દવાખાના, સોનગઢ અને ઉચ્છલના સંયુક્ત ઉપક્રમે શ્રીજી ગોપાલ ગૌશાળા, સોનગઢ ખાતે ગૌવંશ માટે કુરમી નિવારણ (ડીવોર્મિંગ) કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું.
કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે વ્યારાના અધિક કલેક્ટર શ્રી આર. આર. બોરાડ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સ્વામિનારાયણ મંદિર, ઉકાઈના પૂજ્ય સ્વામી યોગેશજી મહારાજ વિશેષ ઉપસ્થિત રહી કાર્યક્રમને આધ્યાત્મિક ગૌરવ પ્રદાન કર્યું.
કેમ્પ દરમિયાન અંદાજે ૨૦૦ જેટલા ગૌવંશોને કુરમી નિવારણની દવાઓ આપવામાં આવી.
આ પ્રસંગે પૂજ્ય સ્વામી યોગેશજી મહારાજે ગૌપાલન, ગૌસંવર્ધન અને ગૌમાતાના સંરક્ષણ અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે ગૌમાતા સનાતન સંસ્કૃતિનો આધારસ્તંભ છે અને તેના સંરક્ષણ માટે સમાજના દરેક વર્ગે પોતાની જવાબદારી નિભાવવી જરૂરી છે.
કાર્યક્રમનું વધુ સફળ આયોજન શ્રીજી ગોપાલ ગૌશાળાના ટ્રસ્ટીશ્રીઓ શ્રી વિજયભાઈ અગ્રવાલ, શ્રી શંભુભાઈ અગ્રવાલ તથા શ્રી કૈલાસભાઈ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ સંપન્ન થયું.
કાર્યક્રમમાં પશુપાલન વિભાગના અધિકારીઓ, પશુચિકિત્સકો, કામધેનુ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો, સ્થાનિક પશુપાલકો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. અંતે તમામ ઉપસ્થિત મહાનુભાવો અને સહભાગીઓ માટે જલપાનની વ્યવસ્થા કરવામાં આવી હતી.
○○●
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
