સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનુ યુનિવર્સિટી, ઉકાઈ ખાતે સ્વામી વિવેકાનંદજીની પુણ્યતિથિની ઉજવણી

0
સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનુ યુનિવર્સિટી, ઉકાઈ ખાતે સ્વામી વિવેકાનંદજીની પુણ્યતિથિની ઉજવણી
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૦૪. સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનુ યુનિવર્સિટી, ઉકાઈ ખાતે મહાન વિચારક, યુવા પ્રેરણાસ્ત્રોત અને આધ્યાત્મિક ગુરુ સ્વામી વિવેકાનંદજીની પુણ્યતિથિ શ્રદ્ધાભેર ઉજવવામાં આવી હતી.

 

આ પ્રસંગે સ્વામી વિવેકાનંદજીના ચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરીને તેમના જીવન, વિચારો અને સમાજ તથા રાષ્ટ્ર નિર્માણમાં આપેલા અમૂલ્ય યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓએ તેમના આદર્શોનું અનુસરણ કરીને રાષ્ટ્રસેવામાં યોગદાન આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

 

કાર્યક્રમ દરમિયાન સ્વામી વિવેકાનંદજીના વ્યક્તિત્વ અને કૃતિત્વ અંગે પ્રકાશ પાડવામાં આવ્યો હતો. તેઓ યુવાનો માટે આજે પણ પ્રેરણાનું અખૂટ સ્ત્રોત છે અને તેમના વિચારો યુવા પેઢીને આત્મવિશ્વાસ, રાષ્ટ્રપ્રેમ અને માનવસેવાના માર્ગે આગળ વધવા માટે પ્રેરિત કરે છે.

 

સદર કાર્યક્રમમાં સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન એક્વાકલ્ચરના તમામ અધિકારીઓ, વૈજ્ઞાનિકો તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું આયોજન શ્રદ્ધા અને ગૌરવપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયું હતું.

●○●

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *