ઉમરવાવદૂર ખાતે ડેકોરેટીવ મીણબત્તી બનાવટની ૧૫ દિવસીય તાલીમ પૂર્ણ

0
ઉમરવાવદૂર ખાતે ડેકોરેટીવ મીણબત્તી બનાવટની ૧૫ દિવસીય તાલીમ પૂર્ણ
Contact News Publisher

૩૦ આદિવાસી યુવા મહિલાઓને સ્વરોજગારલક્ષી કૌશલ્ય તાલીમ અપાઈ

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. 02. ડોલવણ તાલુકાના ઉમરવાવદૂર ગામે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, તાપી અને ગુજરાત માટીકામ કલાકારી તથા રૂરલ ટેકનોલોજી સંસ્થા, ગુજરાત સરકાર, સેન્ટર-બાજીપુરાના સંયુક્ત ઉપક્રમે તા. ૧૨ જૂનથી ૨૬ જૂન, ૨૦૨૬ દરમિયાન ‘ડેકોરેટીવ મીણબત્તીની બનાવટ દ્વારા ઉદ્યોગસાહસિકતા વિકાસ’ વિષય પર ૧૫ દિવસીય વ્યવસાયિક તાલીમ યોજાઈ હતી. તાલીમમાં ઉમરવાવદૂર અને વરજાખણ ગામની કુલ ૩૦ આદિવાસી યુવા મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ટી.આર. અહલાવતની પ્રેરણા તથા વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉ. એચ.આર. શર્મા અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, તાપીના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉ. સી.ડી. પંડ્યાના માર્ગદર્શન હેઠળ યોજાયેલી તાલીમમાં મહિલાઓને ડેકોરેટીવ મીણબત્તી બનાવટ, ઉદ્યોગસાહસિકતા વિકાસ અને બજાર વ્યવસ્થાપન અંગે સવિસ્તાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ડૉ. સી.ડી. પંડ્યાએ જણાવ્યું હતું કે ખેતી અને પશુપાલન ઉપરાંત મહિલાઓ નવરાશના સમયમાં ગૃહઉદ્યોગ આધારિત પ્રવૃત્તિઓ અપનાવી પોતાની આવકમાં વધારો કરી શકે છે. તેમણે તાલીમાર્થીઓને તાલીમનો લાભ લઈ ડેકોરેટીવ મીણબત્તી બનાવટનો ગૃહઉદ્યોગ શરૂ કરવા પ્રોત્સાહિત કર્યા હતા.

કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ગૃહવિજ્ઞાન વિભાગના પ્રો. આરતી એન. સોનીએ મહિલાઓમાં કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા અંગે માર્ગદર્શન આપ્યું હતું. ગુજરાત માટીકામ કલાકારી તથા રૂરલ ટેકનોલોજી સંસ્થાના ઇન્સ્ટ્રક્ટર શ્રીમતી ચાંદનીબેન અને શ્રીમતી ધર્મિષ્ઠાબેનના સહયોગથી વિવિધ પ્રકારની ડેકોરેટીવ મીણબત્તી બનાવવાની પ્રાયોગિક તાલીમ પણ આપવામાં આવી હતી.

આ પ્રસંગે સંસ્થાના શ્રી દીપકભાઈ ચૌધરીએ તાલીમાર્થીઓને ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવનાર સ્ટાઇપન્ડ અંગે માહિતી આપી હતી અને ગૃહઉદ્યોગ શરૂ કરવા માટે તેનો ઉપયોગ કરવા પ્રેરિત કર્યા હતા. ગામના સરપંચ શ્રી સાદિકભાઈએ પણ મહિલાઓને સ્વરોજગાર તરફ આગળ વધવા અનુરોધ કર્યો હતો.

કાર્યક્રમને સફળ બનાવવા ગામની આગેવાન મહિલાઓ શ્રીમતી ઉર્મિલાબેન, શ્રીમતી મયુરીબેન અને શ્રીમતી પ્રીતિબેનનો મહત્વપૂર્ણ સહયોગ રહ્યો હતો. તાલીમના અંતે મહિલાઓએ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ગૃહવૈજ્ઞાનિક શ્રીમતી આરતીબેન સોનીએ કર્યું હતું.

૦૦૦૦૦

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *