અંશ રાઠોડના કલાની કમાલ નિહાળી નાણા રાજ્યમંત્રીશ્રી કમલેશભાઈ પટેલ પ્રભાવિત

0
અંશ રાઠોડના કલાની કમાલ નિહાળી નાણા રાજ્યમંત્રીશ્રી કમલેશભાઈ પટેલ પ્રભાવિત
Contact News Publisher

અંશ રાઠોડે તબલાના તાલે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમિયાન સૌને કર્યા મંત્રમુગ્ધ

— 

વાલોડ કમાલછોડ પીએમશ્રી શાળાના ધોરણ-૭ ના વિદ્યાર્થી અંશે કલા મહાકુંભમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) :  તા. ૨૫. :- રાજ્યવ્યાપી ‘કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૬-૨૭’ ના પ્રથમ દિવસે તાપી જિલ્લાના વાલોડ તાલુકાની કમાલછોડ મુખ્ય પીએમશ્રી પ્રાથમિક શાળા ખાતે શિક્ષણની સાથે કલાનો એક અનોખો સમન્વય જોવા મળ્યો હતો.

 

શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમ દરમિયાન ધોરણ-૭ માં અભ્યાસ કરતા વિદ્યાર્થી અંશ મહેશભાઈ રાઠોડે જ્યારે તબલા પર પોતાની આંગળીઓનો જાદુ વિખેર્યો, ત્યારે સભાખંડમાં ઉપસ્થિત નાણા રાજ્યમંત્રીશ્રી કમલેશભાઈ પટેલ સહિતના તમામ મહાનુભાવો, દાતાશ્રીઓ, વાલીઓ અને વિદ્યાર્થીઓ મંત્રમુગ્ધ થઈ ગયા હતા.

 

નાનકડા અંશ રાઠોડે પોતાની અદભુત લયબદ્ધતા અને તબલા વાદનની સચોટ પ્રસ્તુતિથી સમગ્ર માહોલને તાળીઓના ગડગડાટથી ગુંજવી દીધો હતો. સરકારી શાળાના આ બાળકનું કૌશલ્ય જોઈને કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ કોઈ આશ્ચર્યચકિત અને પ્રભાવિત થયા હતા.

 

અત્રે નોંધનીય છે કે, અંશ રાઠોડ માત્ર શોખ ખાતર તબલા નથી વગાડતો, પરંતુ તે પોતાની આ કલામાં પારંગત છે. તેણે વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન રાજ્ય સરકાર દ્વારા આયોજિત ‘કલા મહાકુંભ’ની તબલા સ્પર્ધામાં પોતાની શ્રેષ્ઠ પ્રતિભાના જોરે સમગ્ર પંથકમાં પ્રથમ ક્રમ હાસલ કરીને શાળા તેમજ તાપી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

 

સરકારી શાળાઓમાં માત્ર અક્ષરજ્ઞાન જ નહીં, પરંતુ બાળકોમાં છુપાયેલી આવી અદ્ભુત કલા-પ્રતિભાઓને પણ યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડીને કેવી રીતે ખીલવવામાં આવે છે, તેનું કમાલછોડ શાળાનો અંશ રાઠોડ એક જીવંત અને ઉત્તમ ઉદાહરણ બન્યો છે.

આલેખન – રોશન સાવંત

000

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *