કહેર, બુટવાડા અને સ્યાદલા ખાતે શાળા પ્રવેશોત્સવ અંતર્ગત ૭૯ ભૂલકાંઓને શ્રી હેતલકુમાર માવડીયાએ પ્રવેશ અપાવ્યો

0
કહેર, બુટવાડા અને સ્યાદલા ખાતે શાળા પ્રવેશોત્સવ અંતર્ગત ૭૯ ભૂલકાંઓને શ્રી હેતલકુમાર માવડીયાએ પ્રવેશ અપાવ્યો
Contact News Publisher

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. 23. – અન્ન, નાગરિક પુરવઠો અને ગ્રાહક સુરક્ષા વિભાગના અંડર સેક્રેટરી શ્રી હેતલકુમાર પી. માવડીયાએ શાળા પ્રવેશોત્સવ અંતર્ગત કહેર પ્રાથમિક શાળા, બુટવાડા પ્રાથમિક શાળા અને સ્યાદલા પ્રાથમિક શાળામાં ઉપસ્થિત રહીને આંગણવાડીમાં 23, બાલવાટિકામાં 25 અને ધોરણ 1માં 31 બાળકોને પ્રવેશ અપાવ્યો હતો.

 

શાળામાં પ્રથમ વખત પ્રવેશ મેળવતા નાના બાળકોને કુમકુમ તિલક કરી, શૈક્ષણિક કીટ અને રમકડાં આપીને આવકારવામાં આવ્યા હતા, જેથી બાળકો ભયમુક્ત વાતાવરણમાં શિક્ષણ તરફ પ્રેરિત થાય. ઉપરાંત, તેમણે શાળા પરિસરની મુલાકાત લઈને પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા, કમ્પ્યુટર લેબ, સ્માર્ટ ક્લાસ અને સ્વચ્છતાની સ્થિતિની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી.

 

શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC) ના સભ્યો અને ગ્રામજનો સાથે બેઠક યોજીને દીકરીઓના શિક્ષણ (કન્યા કેળવણી) પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. વાલીઓને બાળકોની નિયમિત હાજરી બાબતે જાગૃત રહેવા અપીલ કરવામાં આવી હતી. વધુમાં તેમણે એક પેડ માં કે નામ થીમ હેઠળ વૃક્ષ વાવીને પર્યાવરણ જાળવણીનો સૌને સંદેશો પાઠવ્યો હતો.

000

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

_______________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *