માંડવી ખાતે શિક્ષકો માટે અન્યાયી TET પરીક્ષાનાં વિરોધમાં એક દિવસીય ઘરણાં કાર્યક્રમ યોજાશે

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા. ૧૯. સને ૨૦૧૦ પહેલા ભરતી થયેલ તમામ શિક્ષકો માટે અન્યાયી TET પરીક્ષા ફરજિયાત કરવામાં આવી છે. જેનાં કારણે પ્રાથમિક શિક્ષકોમાં ભારે હાહાકાર મચ્યો છે. આ નિર્ણય શિક્ષકો માટે અન્યાયરૂપ અને માનસિક-આર્થિક ભારણરૂપ બનશે. આ નિર્ણયને પાછો ખેંચવા સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં નેજા હેઠળ શિક્ષકોનાં હિતમાં એક દિવસીય ઘરણાં-આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ યોજવામાં આવેલ છે.
તા. ૨૨/૦૬/૨૦૨૬ નાં રોજ બપોરે ૧ થી ૩ કલાક દરમિયાન માંડવી તાલુકા ટીચર્સ સોસાયટીના મકાનમાં યોજાનાર આ કાર્યક્રમમાં તમામ તાલુકાનાં વધુમાં વધુ શિક્ષકો હાજર રહે તેવું આયોજન કરવામાં આવેલ છે. તાલુકાનાં હોદ્દેદારો આ સ્થળે હાજર રહી ત્યાંથી આવેદનપત્ર લઈ જઈ બીજા દિવસે પોતાનાં તાલુકામાં શિક્ષકો સાથે ઘરણાં કરી સ્થાનિક ધારાસભ્ય તથા સાંસદને આપવા જવાની કાર્યવાહી હાથ ધરશે. જ્યારે જિલ્લા કક્ષાનાં સંગઠન હોદ્દેદારો દ્વારા પ્રાંત અધિકારી તથા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવશે. એમ જિલ્લાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
_______________
