સુરતમાં બહેનો માટે અસ્મિતા સાયકલિંગ સિટી લીગનું સફળ આયોજન

0
સુરતમાં બહેનો માટે અસ્મિતા સાયકલિંગ સિટી લીગનું સફળ આયોજન
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા. ૧૯.  તાજેતરમાં વિશ્વ સાયકલ દિવસની ઉજવણીનાં ભાગરૂપે સુરત ડિસ્ટ્રિક્ટ સાયકલિંગ એસોસિએશન દ્વારા ગુજરાત સ્ટેટ સાયકલિંગ એસોસિએશનનાં માર્ગદર્શન હેઠળ ખેલો ઈન્ડિયા અસ્મિતા સિટી લીગ ફોર વર્લ્ડ સાયકલ ડે અંતર્ગત બહેનો માટે વિશેષ સાયકલિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતનાં જહાંગીરાબાદ ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં શહેરની દીકરીઓ અને મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સ્પર્ધામાં કુલ ત્રણ કેટેગરીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેમાં એલિટ, જુનિયર અને સબ-જુનિયર કેટેગરીનો સમાવેશ થતો હતો. સ્પર્ધામાં સુરત શહેરની 125 થી વધુ બહેનોએ ભાગ લઈને મહિલા સશક્તિકરણ, ફિટનેસ અને સાયકલિંગ પ્રત્યેની જાગૃતિનો સુંદર સંદેશ આપ્યો હતો.

આયોજકો દ્વારા તમામ ભાગ લેનાર ખેલાડી બહેનોને ટી-શર્ટ, સર્ટિફિકેટ અને મેડલ અર્પણ કરી સન્માનિત કરવામાં આવી હતી. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે અનિલ મરડિયા જૈન (Bicycle Mayor of Surat & Fit India Gujarat State Cycling Ambassador), કુમારી તન્વી તરપરા (Director – Sports & Physical Education, Vanita Vishram Women’s University) તથા શ્રીમતી જાન્હવી પી. ઇચ્છાપોરિયા (Director – Sports & Physical Education, Uka Tarsadia University, Bardoli) ઉપસ્થિત રહ્યાં હતાં. મહેમાનોએ ખેલાડી બહેનોને અભિનંદન પાઠવી નિયમિત સાયકલિંગ અપનાવી સ્વસ્થ અને ફિટ જીવનશૈલી તરફ આગળ વધવા માટે પ્રેરણા આપી હતી. આ સમગ્ર કાર્યક્રમનાં સફળ આયોજન માટે આયોજક ટીમ, સ્વયંસેવકો અને સહયોગીઓની સેવાઓ પ્રશંસનીય રહી હતી.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *