રાજપુર ગામના વ્યકિતને સુસાઇડ કરતા બચાવતી જન રક્ષક હેલ્પલાઇન નંબર ૧૧૨ મોબાઈલ વાન ટીમ

0
રાજપુર ગામના વ્યકિતને સુસાઇડ કરતા બચાવતી જન રક્ષક હેલ્પલાઇન નંબર ૧૧૨ મોબાઈલ વાન ટીમ
Contact News Publisher

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર ) : તા. ૧૯. ગુજરાત સરકારશ્રી દ્વારા નવી શરૂ કરવામાં આવેલ ઈમરજન્સી હેલ્પલાઈન નંબર ૧૧૨ હેઠળ કાર્યરત જન રક્ષક મોબાઈલ વાનમાં આ.પો.કો. ભરતકુમાર ગજુજી તથા ડ્રાઈવર અંકીત રમેશભાઇ તથા હોમગાર્ડ સભ્ય કવલજીત જયવંતભાઇ ફરજ ઉપર હાજર હતા તે દરમ્યાન તા.૧૮/૦૬/૨૦૨૬ના રોજ કોલ કરનાર – રાજેંદ્રકુમાર રૂસ્તમભાઇ રહે રાજપુર તા કુકરમુંડા જી તાપી એ હેલ્પલાઈન નંબર ૧૧૨ ઉપર ફોન કરી જાણ કરેલ કે, “મારા સસરા કિશનભાઇ તામાભાઇ પાડવી ઉ.વ ૫૦ રહે રાજપુર  તેમની પાસેની રીક્ષા લઈને આત્મહત્યા કરવા ફૂલવાડી તાપી નદીના પુલ તરફ નીકળી ગયેલ છે તમે એમને સુસાઇડ કરતા બચાવી લો ” તેવું જણાવી ફોન કટ કરી દેતા, ૧૧૨ ઈન્ચાર્જ ભરતભાઈ વિલંબ કર્યા વિના તાત્કાલિક તાપી નદીના પુલ પર જવા નિકળેલ અને તાપી નદી ના પુલ ઉપર આત્મહત્યા કરવા જતા કિશનભાઇ તામાભાઇ પાડવી ઉ.વ ૫૦ રહે રાજપુર ને તાપી નદીના પુલ ઉપરથી આત્મહત્યા કરતા અટકાવી અને તેમને સમજાવી પોલીસ સ્ટેશન ખાતે લઈ આવેલ અને કિશનભાઇને સમજાવી કાઉન્સેલિંગ કરી તેમની પુછ-પરછ કરતા જણાવેલ કે, તેમના પુત્ર આકાશ કિશનભાઇ રહે રાજપુર સાથે ઘરના સામાન્ય કામ-કાજ અર્થે બોલાચાલી થતા મને અંદર થી મારુ આત્મસન્માન હણાય છે તેવુ મને લાગી આવતા આત્મહત્યા કરવા માટે હુ તાપી નદીના પુલ તરફ નીકળી ગયેલ જે વાત મારા જમાઇ રાજેંદ્રકુમાર રુસ્તમભાઇ રહે રાજપુર તા કુકરમુંડા તાપી ને ખબર પડતા તેઓએ ૧૧૨ હેલ્પલાઈન નંબર ઉપર કોલ કરી આત્મહત્યા કરવા જતા તેમના સસરા બાબતે જાણ કરેલ, જેથી 112 જન રક્ષક મોબાઈલ વાન તાત્કાલિક તાપી નદીના ફૂલવાડીના બ્રિજ પર પહોંચી જઈ કિશનભાઇ આત્મહત્યા કરતા બચાવી લીધેલ છે. જેથી કિશનભાઇને સમજાવી કાઉન્સેલીંગ કરતા તેઓ આત્મહત્યા જેવું ખોટુ પગલુ ભરશે નહીં તેવું જણાવેલ છે અને કિશનભાઇને સુરક્ષીત તેમના જમાઇ રાજેંદ્રકુમાર રુસ્તમભાઇ રહે.રાજપુર તા.કુકરમુંડા જી.તાપી સાથે મોકલી આપેલ છે.

આમ ઉપરોક્ત કોલ કરનાર – રાજેંદ્રકુમાર રુસ્તમભાઇ રહે.રાજપુર તા.કુકરમુંડા જી.તાપીએ હેલ્પલાઈન નંબર-૧૧૨ ઉપર ફોન કરી તેમના સસરા આત્મહત્યા કરવા તાપી નદીના ફૂલવાડી બ્રિજ જવા નીકળેલ તે બાબતે જાણ કરતા ૧૧૨ ઈન્ચાર્જ આ.પો.કો. ભરતકુમાર ગજુજી તથા ડ્રાઈવર અંકીત રમેશભાઇ તથા હોમગાર્ડ સભ્ય કવલજીત જયવંતભાઇ નાઓ તાત્કાલિક સ્થળ ઉપર જતા તાપી નદીના પુલ પર કીશનભાઇ મળતા તેઓને સમજાવી કાઉન્સલીગ કરી તેમના પારીવારીક સમસ્યાનું નિરાકરણ લાવી તેમને ખોટુ પગલુ ભરતા અટકાવી પ્રશંશનીય કામગીરી કરવામાં આવેલ છે

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *