તાપી જિલ્લામાં ૨૧મી જૂને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની ભવ્ય ઉજવણી કરાશે

0
International yog day
Contact News Publisher

જિલ્લા, તાલુકા અને આઈકોનિક પ્રવાસન સ્થળો પર યોજાશે સામૂહિક યોગાભ્યાસ

— 

જિલ્લાકક્ષાનો કાર્યક્રમ દક્ષિણાપથ વિવિધલક્ષી હાઈસ્કૂલ વ્યારા ખાતે યોજાશે

— 

પદમ ડુંગરી અને આંબાપાણી ઇકો ટુરિઝમ જેવા પ્રકૃતિના ખોળે પણ વહેશે યોગની સરવાણી

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા.19. :– તાપી જિલ્લામાં ૨૧મી જૂને યોજાનારા ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની વ્યાપક અને ભવ્ય ઉજવણીના ભાગરૂપે જિલ્લાના નાગરિકોમાં સ્વાસ્થ્ય, સદભાવના અને સુખાકારીનો ઉમદા સંદેશો પહોંચાડવા માટે સમગ્ર જિલ્લામાં વ્યાપક સ્તરે સામૂહિક યોગાભ્યાસના કાર્યક્રમો યોજાશે.

 

તાપી જિલ્લાનો મુખ્ય જિલ્લાકક્ષાનો કાર્યક્રમ વ્યારાની દક્ષિણાપથ વિવિધલક્ષી હાઈસ્કૂલ ખાતે યોજાશે, જેમાં મોટી સંખ્યામાં લોકો એકસાથે યોગ કરી સ્વસ્થ જીવનશૈલીનો સંકલ્પ લેશે.

 

જિલ્લામાં નગરપાલિકા અને તાલુકા કક્ષાની સંયુક્ત ઉજવણી માટે પણ વિશેષ સ્થળોની પસંદગી કરવામાં આવી છે. જે અંતર્ગત વ્યારા નગરપાલિકા વિસ્તારના નાગરિકો માટે શ્રી રામ તળાવ ગાર્ડન ખાતે અને સોનગઢ નગરપાલિકા વિસ્તાર માટે રંગ ઉપવન કોમ્યુનિટી હોલ ખાતે સામૂહિક યોગાભ્યાસનું આયોજન કરાયું છે.

 

તાલુકા મથકોની વાત કરીએ તો ઉચ્છલ ખાતે તાલુકા શાળા ઉચ્છલ, નિઝર ખાતે મોડલ સ્કુલ નિઝર, કુકરમુંડા ખાતે મામલતદાર કચેરી કુકરમુંડા, વાલોડ ખાતે સ.ગો.હાઈસ્કુલ વાલોડ, ડોલવણ ખાતે શિક્ષક સહકાર ભવન પાટી ડોલવણ તેમજ ઉકાઈમાં સીપીએમ એમ્પલોય ક્લબ, જે કે પેપર મીલ કોલોની ખાતે યોગ કાર્યક્રમો યોજાશે. સ્થાનિક અધિકારીઓ અને યોગ કો-ઓર્ડિનેટર્સની ટીમો આ તમામ સ્થળો પર વ્યવસ્થાઓ સંભાળશે.

 

આ વર્ષે યોગ દિવસની ઉજવણીને વધુ આકર્ષક બનાવવા માટે જિલ્લાની પ્રાકૃતિક ધરોહર સમાન પ્રખ્યાત આઈકોનિક અને પ્રવાસન સ્થળો પર પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લાના લોકપ્રિય પર્યટન સ્થળો એવા પદમ ડુંગરી ઇકો ટુરિઝમ અને આંબાપાણી ઇકો ટુરિઝમ ખાતે પ્રકૃતિના સાનિધ્યમાં સામૂહિક યોગાભ્યાસ યોજાશે.

000

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *