‘તાપી ડિસ્ટ્રીક્ટ ટુરિઝમ ડેવલપમેન્ટ સોસાયટી’ની બેઠક તાપી જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને મળી

0
'તાપી ડિસ્ટ્રીક્ટ ટુરિઝમ ડેવલપમેન્ટ સોસાયટી'ની બેઠક તાપી જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને મળી
Contact News Publisher

તાપી જિલ્લાના પ્રવાસન અને યાત્રાધામ સ્થળોના વિકાસ કામોની સમીક્ષા કરાઈ

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા.18 :- તાપી જિલ્લામાં આવેલા પ્રવાસન તેમજ યાત્રાધામ સ્થળોના વિકાસ અને પ્રવાસીઓ માટેની સુવિધાઓ વધુ સુદ્રઢ બનાવવાના આશય સાથે કલેક્ટરશ્રી દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે ગુરુવારે ‘તાપી ડિસ્ટ્રીક્ટ ટુરિઝમ ડેવલપમેન્ટ સોસાયટી’ના ગવર્નિંગ કાઉન્સિલ અને એક્ઝિક્યુટીવ કાઉન્સિલની સંયુક્ત સમીક્ષા બેઠક યોજાઈ હતી.

 

કલેક્ટરશ્રી દેવ ચૌધરીએ જિલ્લાના વિવિધ પ્રવાસન અને ધાર્મિક મહત્વ ધરાવતા યાત્રાધામ સ્થળોએ ચાલી રહેલા વિકાસ કામોની સ્થિતિ જાણીને સંબંધિત અધિકારીઓને જરૂરી દિશા-નિર્દેશો આપ્યા હતા.

 

બેઠક દરમિયાન ટુરિઝમ ડેવલપમેન્ટ સોસાયટીના વહીવટી માળખા અને તેની વિવિધ કામગીરીઓ અંગે કલેક્ટરશ્રી સમક્ષ વિસ્તૃત ચિતાર રજૂ કરવામાં આવ્યો હતો. આ સાથે જિલ્લા પ્રવાસન સમિતિની પૂર્વ બેઠકમાં લેવાયેલા નિર્ણયો, થયેલી ચર્ચાઓ અને આપવામાં આવેલી સૂચનાઓના અમલીકરણ અંગેની પ્રગતિની પણ ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી.

 

આ બેઠકમાં નાયબ વન સંરક્ષકશ્રી સચિન ગુપ્તા, નિવાસી અધિક કલેકટરશ્રી આર. આર. બોરડ તેમજ જિલ્લા પ્રવાસન સમિતિના સભ્યો, સંબંધિત વિભાગોના અધિકારીઓશ્રીઓ, પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

000

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *