રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીતે બાબરઘાટ ખાતે ‘એક પેડ માં કે નામ’ અંતર્ગત વૃક્ષારોપણ કર્યુ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૪. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે તાપી જિલ્લામાં “૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના” થીમ અંતર્ગત વિવિધ કાર્યક્રમોના ભાગરૂપે ઉચ્છલ તાલુકાના બાબરઘાટ ખાતે ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત રમતગમત, પ્રવાસન રાજ્યમંત્રી ડો. જયરામભાઈ ગામીતે વૃક્ષારોપણ કર્યુ હતુ.
સાથોસાથ તેમણે વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા ગુજરાતના નિર્માણ માટે સૌને વધુમાં વધુ વૃક્ષો વાવવા તથા તેનું જતન કરવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમમાં જિલ્લાના અગ્રણીશ્રી સુરજભાઈ વસાવા, સ્થાનિક આગેવાનો, અધિકારીઓ, કર્મચારીઓ તથા ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લઈ વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાળવણીનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
000
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
*
