હાંસોટની કાકા-બા હોસ્પિટલ ખાતે દિવ્યાંગોને વિનામૂલ્યે પ્રોસ્ટેટિક હાથ તેમજ કેલિપર્સ વિતરીત કરાયા

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા. ૧૩. દિવ્યાંગોને શારીરિક ક્ષતિને કારણે સામાન્ય જીવન વ્યતિત કરવા અંગેની મુશ્કેલીઓ નિવારવા તથા આર્થિક રીતે સ્વાવલંબી બનાવવાનાં હેતુસર કાકા-બા હોસ્પિટલ ખાતે રોટરી ક્લબ ઓફ બોમ્બે, રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર, ઇન્ડિયા ફાઉન્ડેશન, મહાવીર સેવા સદનનાં સહયોગથી જરૂરિયાતમંદ દિવ્યાંગોને જયપુર ફૂટ, પ્રોસ્ટેટિક હાથ તથા કેલિપર્સ વિનામૂલ્યે વિતરીત કરવાનો ત્રિદિવસીય કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે કાકા-બા હોસ્પિટલનાં ડૉ. ભરત ચાંપાનેરિયા, રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરનાં પ્રેસિડન્ટ પંકજ ભરવાડા, પાસ્ટ પ્રેસિડન્ટ મનીષ શ્રોફ, પબ્લિક ઈમેજ ચેર ગજેન્દ્ર પટેલ, અલ્પેશ પટેલ સહિત કાકા-બા હોસ્પિટલનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. આ કેમ્પમાં 85 જેટલાં દિવ્યાંગોજનોને સુવિધાઓ પ્રાપ્ત થવા પામી હતી. આ તકે લાભાર્થીઓએ ખુશી વ્યક્ત કરી હતી.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
