સોનગઢમાં ડમ્પ સાઇટની નજીક આવેલ ટેકરી પર થયેલ મર્ડરનો ભેદ ગણતરીના કલાકોમા ઉકેલતી તાપી પોલીસ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૦. સોનગઢમાં કિલ્લા નજીક આવેલ ડમ્પ સાઇટની નજીક આવેલ ટેકરી ઉપર સુમસામ જગ્યામાં તા. ૦૯/૦૬/૨૦૨૬ ના રોજ કોઇ અજાણ્યા વ્યક્તિએ મરણજનાર મનિષાબેન ઉર્ફે ચકુ કેતનભાઇ રસિકભાઇ ધાનાણી ઉ.વ. ૩૯ રહે. સી-૧૧૩, સ્વસ્તિક નગર વિ-સી.બી.ડાયમંડ મિલ પાસે ઠક્કરબાપાનગર અમદાવાદ શહેર હાલ રહે. સોનગઢ પીપળ ફળિયું તા. સોનગઢ જિ.તાપીને બોલાવી કોઇ કારણસર તેણીના ગળે દુપટ્ટા વડે ટુંપો આપી મોત નિપજાવી નાશી ગયેલ હતો. જે બાબતે સોનગઢ પોલીસ સ્ટેશનમા અજાણ્યા વ્યકિતના વિરૂધ્ધમાં ગુનો નોંધવામાં આવેલ હતો. અને આ ગુનાની તપાસ કે.ડી. મંડોરા I/C પોલીસ ઇન્સ્પેકટરશ્રી સોનગઢ પો.સ્ટે. કરતા હતા.
આ ગુનામાં સંડોવાયેલ અજાણ્યા વ્યકિતને શોધી કાઢવા માટે એલ.સી.બી. તાપીના અધિકારી/કર્મચારીઓ તથા એસ.ઓ.જી. તાપીના અધિકારી/કર્મચારીઓ તથા સોનગઢ પો.સ્ટે.ના I/C પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.ડી. મંડોરા તથા પોલીસ માણસોની સંયુકત રીતે અલગ અલગ ટીમો બનાવી આરોપીને પકડી પાડવાના ચક્રો ગતિમાન કરાયા હતા. અને ટેકનિકલ તથા હ્યુમન સોર્સ આધારે આ ગુનામાં સંડોવાયેલ મહેશભાઇ દિલીપભાઇ ગામીત ઉ.વ. ૩૦ રહે. બેડવણ ખડકા ગામ, નિશાળ ફળિયું, તા. ઉકાઇ જિ. તાપીને પકડી પાડવામાં આવેલ છે. અને તેની પુછ પરછ કરતાં તેણે આ મરણજનાર સાથે પ્રેમ સંબંધ હોઇ અને આ કામે મરણજનાર બીજી કોઇ વ્યક્તિ સાથે પણ પ્રેમ સંબંધ રાખતી હોવાનો વહેમ રાખી તેણીના દુપટ્ટા વડે ગળે ટુંપો આપી મોત નિપજાવેલાની કબુલાત કરેલ છે. આ ગુનાની તપાસ કે.ડી. મંડોરા I/C પોલીસ ઇન્સ્પેકટરશ્રી સોનગઢ પો.સ્ટે.નાઓ કરી રહેલ છે. અને હાલમાં ગુનાની તપાસ ચાલું છે.
પકડાયેલ આરોપી :-
મહેશભાઇ દિલીપભાઇ ગામીત ઉ.વ. ૩૦ રહે. બેડવણ ખડકા ગામ, નિશાળ ફળિયું, તા. ઉકાઇ જિ. તાપી.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
