ખેડૂતો પાસેથી ટેકાના ભાવે બાજરી, જુવાર અને મકાઈની સીધી ખરીદી માટે નોંધણી પ્રકિયા શરૂ

0
ખેડૂતો પાસેથી ટેકાના ભાવે બાજરી, જુવાર અને મકાઈની સીધી ખરીદી માટે નોંધણી પ્રકિયા શરૂ (AI generated)
Contact News Publisher

(માહિતી બ્યૂરો દ્વારા, તાપી) : તા.10 ભારત સરકાર દ્વારા રવિ માર્કેટિંગ સીઝન 2025-27 માટે બાજરી, જુવાર તથા મકાઈના લઘુત્તમ ટેકાના ભાવ (MSP) જાહેર કરવામાં આવ્યા છે. આ યોજના હેઠળ ખેડૂતોને તેમના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિ. મારફતે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે.

 

સરકાર દ્વારા બાજરીનો ટેકાનો ભાવ રૂ. 2,575 પ્રતિ ક્વિન્ટલ, જુવાર (માલદાંડી)નો રૂ. 3,398 પ્રતિ ક્વિન્ટલ, જુવાર (હાઈબ્રિડ)નો રૂ. 3,388 પ્રતિ ક્વિન્ટલ તથા મકાઈનો રૂ. 2,400 પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવ્યો છે. વધુમાં, બાજરી અને જુવારની ખરીદી ઉપર ટેકાના ભાવ ઉપરાંત રૂ. 300 પ્રતિ ક્વિન્ટલ બોનસ પણ ચૂકવવામાં આવશે.

 

ખેડૂતોની નોંધણી ગ્રામ પંચાયત ખાતે VCE મારફતે તા. 30/06/2026 સુધી કરવામાં આવશે. જ્યારે બાજરી, જુવાર અને મકાઈની ખરીદી તા. 15/07/2026 દરમિયાન હાથ ધરવામાં આવશે. નોંધણી માટે ખેડૂતોની બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન પ્રક્રિયા ફરજિયાત રહેશે.

 

નોંધણી માટે આધાર કાર્ડની નકલ, અધ્યતન ગામ નમૂના નં. 7/12 અને 8-અની નકલ (જો પાણી વપરાશ અંગેની એન્ટ્રી ન હોય તો તલાટીશ્રીના સહી-સિક્કાવાળું પ્રમાણપત્ર), બેંક ખાતાની પાસબુકની ઝેરોક્સ અથવા કેન્સલ ચેક સાથે લાવવાના રહેશે. જે ખેડૂતો અગાઉથી ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છુક હોય તેમણે ગ્રામ પંચાયતનો સંપર્ક કરી સમયસર નોંધણી કરાવવા અનુરોધ કરવામાં આવે છે.

 

નોંધણી પૂર્ણ થયા બાદ પાત્ર ખેડૂતોને ખરીદી અંગેની માહિતી SMS મારફતે મોકલવામાં આવશે. ખરીદી સમયે ખેડૂતે પોતાનું આધાર કાર્ડ અથવા ઓળખપત્ર સાથે રાખી બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન કરાવવાનું રહેશે.

 

ખોટા દસ્તાવેજો રજૂ થયેલા કિસ્સામાં અરજી નામંજૂર કરવામાં આવશે.વધુ માહિતી માટે હેલ્પલાઈન નં. ૮૪૯૯૯૧૯૧૮૬ અને ૮૪૯૯૯૧૯૧૮૯ પર સંપર્ક કરવાનો રહેશે એમ તાપી જિલ્લા પુરવઠા અધિકારીની અખબારી યાદીમાં જણાયવાયુ છે.

0000

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *