વ્યારા જનરલ હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લેતા તાપી કલેક્ટરશ્રી

0
વ્યારા જનરલ હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લેતા તાપી કલેક્ટરશ્રી
Contact News Publisher

હોસ્પિટલના વિવિધ વોર્ડ, ઓપીડી સહિતના વિભાગોની મુલાકાત લઈ દર્દીઓને ઉપલબ્ધ આરોગ્ય સેવાઓની સમીક્ષા કરી

 

કલેક્ટરશ્રીએ નિર્માણાધીન અત્યાધુનિક મેડિકલ હોસ્પિટલ પ્રોજેક્ટની કામગીરીનું કર્યું નિરીક્ષણ

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) :  તા. 10 : તાપી જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરીએ બુધવારે વ્યારા જનરલ હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે હોસ્પિટલના વિવિધ વોર્ડ, ઓપીડી સહિતના વિભાગોની મુલાકાત લઈ દર્દીઓને ઉપલબ્ધ આરોગ્ય સેવાઓની સમીક્ષા કરી હતી. આ દરમિયાન દર્દીઓ અને તેમના પરિવારજનો સાથે વાતચીત કરી તેમની સમસ્યાઓ તથા મંતવ્યો અંગે માહિતી મેળવી હતી.

 

ત્યારબાદ કલેક્ટરશ્રીએ વ્યારામાં નિર્માણાધીન નવી અત્યાધુનિક મેડિકલ હોસ્પિટલની મુલાકાત લઈ બાંધકામની પ્રગતિનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે કામગીરીની ગુણવત્તા જળવાય અને હોસ્પિટલનું કામ નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી.

 

આ મુલાકાત દરમિયાન આરોગ્ય વિભાગના અધિકારીઓ, તબીબો, વ્યારા પ્રાંત અધિકારીશ્રી સંદીપ ગાયકવાડ સહિતના અધિકારીઓ, સંબંધિત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

0000

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *