ઓલપાડની તાલુકા પંચાયત કચેરી કેમ્પસ ખાતે મહા સફાઈ અભિયાન યોજાયુ

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા. ૦૯. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં સફળ નેતૃત્વનાં સતત ૧૨ વર્ષ પૂર્ણ થવાનાં અવસરે ‘૧૨ વર્ષ વિશ્વાસનાં, વિકાસનાં અને જનકલ્યાણનાં’ થીમ હેઠળ સમગ્ર રાજયની સાથે સુરત જિલ્લામાં પણ વિવિધ લોકકલ્યાણકારી અને વિકાસલક્ષી કાર્યક્રમોની શ્રેણીનું આયોજન કરવામાં આવેલ છે. ત્યારે ‘સ્વચ્છતા સપ્તાહ’ અંતર્ગત ‘સ્વચ્છ ગામ થકી સ્વચ્છ જિલ્લો, સ્વચ્છ રાજ્ય અને સ્વચ્છ દેશ’નાં સંકલ્પને સાકાર કરવા ઓલપાડ તાલુકા પંચાયત પ્રમુખ પિયુષ પટેલનાં માર્ગદર્શન હેઠળ અત્રેનાં તાલુકા પંચાયત ભવન કેમ્પસ ખાતે મહા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમની સાથે પંચાયત પદાધિકારીઓ, પંચાયત સદસ્યો, તાલુકા વિકાસ અધિકારી, આંગણવાડી કાર્યકર બહેનો સહિત તાલુકા પંચાયત કચેરીનાં કર્મચારીઓ જોડાયા હતાં.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
