‘પીએમ કિસાન યોજના’ તાપીના નાના ખેડૂતો માટે સમયસરનો મોટો ટેકો બની : લાભાર્થી પિટરભાઈ ગામીત 

0
‘પીએમ કિસાન યોજના’ તાપીના નાના ખેડૂતો માટે સમયસરનો મોટો ટેકો બની: લાભાર્થી પિટરભાઈ ગામીત 
Contact News Publisher

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના તાપી જિલ્લાના ખેડૂતો માટે આશીર્વાદરૂપ 

(માહિતી બ્યુરો, તાપી) : તા.08 :- વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારના સફળ અને ગૌરવશાળી ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે, સરકારની ‘સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ’ની નીતિઓનો સીધો લાભ તાપી જિલ્લાના ખેડૂતો સુધી પહોંચી રહ્યો છે. ખેડૂતોને આર્થિક રીતે સક્ષમ બનાવતી ‘પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના’ જિલ્લાના જગતના તાત માટે સાચા અર્થમાં આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.

 

વ્યારા તાલુકાના નાની ચીખલી ગામના પ્રગતિશીલ ખેડૂત અને યોજનાના સીધા લાભાર્થી પિટરભાઈ ગામીતે પોતાનો રાજીપો વ્યક્ત કરતાં જણાવ્યું કે, કેન્દ્ર સરકારની કિસાન યોજના અંતર્ગત અમને વર્ષે જે રૂ. ૬ હજારની આર્થિક સહાય મળે છે, તેનાથી અમારી ઘણી મુશ્કેલીઓ દૂર થઈ છે. અગાઉ ખેતીની સીઝન શરૂ થતાં જ નાના ખેડૂતોને આર્થિક તકલીફો પડતી હતી, પરંતુ હવે સરકાર દ્વારા સીધા બેંક ખાતામાં જમા થતી આ રકમનો ઉપયોગ અમે સમયસર ખાતર ખરીદવા તેમજ ખેતીવાડીના અન્ય કામો પાછળ કરીએ છીએ.

 

કેન્દ્ર સરકારના સફળ ૧૨ વર્ષના ગૌરવશાળી અવસરે સરકારનો હૃદયપૂર્વક આભાર માનતા પિટરભાઈએ ઉમેર્યું કે, આ યોજના ખેડૂતો માટે ખૂબ જ હિતકારી છે. કિસાન યોજના થકી નાના ખેડૂતોને જે સામાજિક સન્માન અને આર્થિક બળ મળ્યું છે તે બદલ સમગ્ર કિસાન આલમ સરકારશ્રીની પુષ્કળ આભારી છે.

સંકલન – સંગીતા ચૌધરી 

000

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *