આદિજાતિ વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક ફ્રી-શીપ કાર્ડની ઓનલાઈન અરજી શરૂ

ડિજિટલ ગુજરાત પોર્ટલ પર અરજી કરી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાનો લાભ મેળવવા અનુરોધ
(માહિતી બ્યુરો, તાપી) : તા.૦૮. આદિજાતિ વિકાસ વિભાગ હેઠળ અભ્યાસ કરતા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક વર્ષ 2026-27 માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત ફ્રી-શીપ કાર્ડ ઓનલાઈન મેળવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
મદદનીશ કમિશ્નર (તકેદારી), આદિજાતિ વિકાસ, વ્યારા દ્વારા જણાવાયું છે કે વિદ્યાર્થીઓએ ડિજિટલ ગુજરાત પોર્ટલ https://www.digitalgujarat.gov.in પર Citizen Login મારફતે Freeship Services (Faceless) હેઠળ “Request a New Service” પસંદ કરી “Freeship Card for Tribal” સેવામાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી દરમિયાન જરૂરી વિગતો ભરી મોબાઈલ નંબરનું વેરિફિકેશન કરી ફોર્મ સબમિટ કરવાનું રહેશે.
વિદ્યાર્થીઓ દ્વારા કરાયેલી અરજીની ચકાસણી બાદ પોતાના વતનના જિલ્લાના મદદનીશ કમિશ્નર (તકેદારી), આદિજાતિ વિકાસ કચેરી દ્વારા ઓનલાઈન ફ્રી-શીપ કાર્ડ કાઢી આપવામાં આવશે. મંજૂર થયેલ ફ્રી-શીપ કાર્ડ વિદ્યાર્થીઓએ ઓનલાઈન ડાઉનલોડ કરી પોતાની સહી કરી કોલેજ અથવા યુનિવર્સિટીમાં જમા કરાવવાનું રહેશે. એમ મદદનીશ કમિશ્નર (તકેદારી), આદિજાતિ વિકાસ કચેરી તાપીની અખબારી યાદીમાં જણાવાયુ છે.
00000
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
