ચીખલદા ગામે ‘સ્વચ્છ ભારત મિશન’ હેઠળ સઘન સફાઈ ઝુંબેશ યોજાઈ 

0
ચીખલદા ગામે ‘સ્વચ્છ ભારત મિશન’ હેઠળ સઘન સફાઈ ઝુંબેશ યોજાઈ 
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા. 04 : તાપી જિલ્લામાં સ્વચ્છતા પ્રત્યે જનજાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે ‘સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ)’ અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. જે અંતર્ગત વ્યારા તાલુકાના ચીખલદા ગ્રામ પંચાયત ખાતે ગ્રામજનો દ્વારા એક સઘન સફાઈ ઝુંબેશ યોજાયો હતો.

 

ચીખલદા ગામના નાગરિકોએ સાથે મળીને ગામના મુખ્ય રસ્તાઓની આજુબાજુ જમા થયેલો કચરો અને ઝાડી-ઝાંખરા દૂર કરી સંપૂર્ણ સાફ-સફાઈ કરી હતી. ગ્રામજનોએ સામૂહિક શ્રમદાન થકી ગામને સ્વચ્છ અને સુંદર બનાવવાનો પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગ્રામીણ વિસ્તારોને કચરામુક્ત અને સ્વચ્છ રાખવા માટેની આ લોકભાગીદારીને બિરદાવવામાં આવી છે.

000

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻   ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *