કામધેનુ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોની “ફ્લોટિંગ હેચરી ફોર રિઝર્વોઇર ફિશ બ્રીડિંગ” ડિઝાઇન માટે પેટન્ટ મંજૂર

0
કામધેનુ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોની “ફ્લોટિંગ હેચરી ફોર રિઝર્વોઇર ફિશ બ્રીડિંગ” ડિઝાઇન માટે પેટન્ટ મંજૂર
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૦૫. ભારતીય મત્સ્યઉદ્યોગ અને જળાશય આધારિત માછલી બીજ ઉત્પાદન ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સિદ્ધિ નોંધાઈ છે. કામધેનુ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા વિકસાવવામાં આવેલી “ફ્લોટિંગ હેચરી ફોર રિઝર્વોઇર ફિશ બ્રીડિંગ” ડિઝાઇનને ૨૧ મે, ૨૦૨૬ના રોજ ભારતીય ડિઝાઇન રજિસ્ટ્રેશન પ્રાપ્ત થયું છે.

 

આ નવીન ડિઝાઇનના વિકાસમાં ડૉ. સ્મિત આર. લેન્ડે, શ્રી કુલદીપ જી. પીઠિયા, શ્રી વિશેષ એસ. ક્ષત્રિય, શ્રી સેફુલ સતારભાઈ ચૌહાણ, ડૉ. રિતેશ બોરીચાંગર, ડૉ. ભરત એ. કંડોરિયા, શ્રી સંજય વાળા, ડૉ. એસ. આઈ. યુસુફઝાઈ, ડૉ. રાશિ મિગલાની અને ડૉ. એસ. એમ. લોખંડે સહિતના સંશોધકો અને વૈજ્ઞાનિકોનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે.

 

આ ફ્લોટિંગ હેચરી ટેક્નોલોજી દ્વારા જળાશયમાં જ સીધું માછલી પ્રજનન, ઇન્ક્યુબેશન અને બીજ ઉત્પાદન શક્ય બને છે. ફ્લોટિંગ પ્લેટફોર્મ આધારિત આ સંકલિત વ્યવસ્થા જમીન આધારિત હેચરીની જરૂરિયાત ઘટાડે છે તેમજ જળાશયના કુદરતી પાણીનો અસરકારક ઉપયોગ કરે છે.

 

મુખ્ય લાભો :

 

* જળાશયમાં સીધું માછલી બીજ ઉત્પાદન

* બ્રૂડર અને ફિશ સીડના પરિવહન ખર્ચમાં ઘટાડો

* પરિવહન દરમિયાન થતો તણાવ અને મૃત્યુદર ઓછો

* જળાશયોમાં માછલીના સ્ટોક વધારવામાં મદદરૂપ

* ઓછી જમીન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂરિયાત

* દૂરસ્થ જળાશય વિસ્તારો માટે ઉપયોગી

 

ફ્લોટિંગ હેચરી ટેક્નોલોજી કુદરતી પ્રજનન માટે અનુકૂળ વાતાવરણ, સતત પાણી પરિભ્રમણ, પૂરતો ઓક્સિજન પુરવઠો અને વધુ હેચિંગ તથા જીવન (સર્વાઇવલ) દર જેવી વિશેષતાઓ ધરાવે છે. આ ટેક્નોલોજી જળાશય આધારિત મત્સ્યઉદ્યોગ વિકાસ માટે આર્થિક રીતે વ્યવહારુ અને ટકાઉ મોડેલ સાબિત થઈ શકે છે.

 

આ નોંધપાત્ર સિદ્ધિ બદલ સમગ્ર સંશોધન ટીમને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં._*
👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *