ખેડૂતો જોગ : આઇ ખેડૂત પોર્ટલ તા. ૦૫.૦૬.૨૦૨૬ સુધી ખુલ્લુ મુકાયું

0
I khedut portal opens online for new application
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા. 01: ખેતીવાડી વિભાગની વિવિધ સહાયકારી યોજનાઓ હેઠળ અમલી નિદર્શન ઘટક હેઠળ લાભ લેવા માંગતા જિલ્લાના ખેડૂતો માટે ઓનલાઇન અરજીઓ કરવા માટે આઇ ખેડૂત પોર્ટલ તા. ૦૫.૦૬.૨૦૨૬ સુધી ખુલ્લુ મુકાયું છે.

 

તાપી જિલ્લામાં વિવિધ પાકો જેવા કે ડાંગર, જુવાર, કપાસ, સોયાબીન, મકાઈ, મગફળી, દિવેલા, તુવેર, અડદ પાક માટે નિદર્શન ઘટક હેઠળ બિયારણ સહિત અન્ય ખેત સામગ્રીનો લાભ મેળવવા માંગતા ખેડૂતોને તા. ૦૫.૦૬.૨૦૨૬ સુધીમાં આઇ ખેડૂત પોર્ટલ મારફત ઓનલાઇન અરજી કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી ચેતન ગરાસિયા દ્વારા પ્રાપ્ત અખબારી યાદીના માધ્યમથી અનુરોધ કરાયો છે.

000

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *