AIPTF દ્વારા TET નાં વિષયે સુપ્રીમ કોર્ટમાં ક્યુરેટિવ પિટિશન દાખલ કરાશે અને સંસદનો ઘેરાવ કરશે

0
AIPTF LOGO
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા. ૦૧.  અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ (AIPTF) નાં હોદ્દેદારોની આજે એક ઈમરજન્સી મીટિંગ મળી હતી. ગઈકાલે સુપ્રિમ કોર્ટનાં નિરાશાજનક ચુકાદા બાદ દેશનાં 25 લાખ શિક્ષકો સામે ઊભી થયેલી પડકારજનક પરિસ્થિતિ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
દિગ્વિજયસિંહ જાડેજા (સિનિયર અધ્યક્ષ AIPTF), સતીષ પટેલ (ઉપાધ્યક્ષ AIPTF), જૈમિન પટેલ (મહાસચિવ, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ) તથા કિરીટ પટેલ (સિનિયર ઉપપ્રમુખ, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ) પાસેથી પ્રાપ્ત વિગત મુજબ અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ અને ADPSS વરિષ્ઠ અધિવક્તાઓ સાથે ચર્ચા કરીને સુપ્રીમ કોર્ટમાં ક્યુરેટિવ પિટિશન દાખલ કરશે. આ સાથે જ ચોમાસુ સત્ર દરમિયાન સંસદનો ઘેરાવ અને સાંસદોનાં ઘરે ધરણાં કરવાની પણ યોજના બનાવશે. 5 જૂનનાં રોજ સંઘની સંઘર્ષ સમિતિની મીટિંગ બોલાવવામાં આવી છે, જેમાં સંગઠન આંદોલન અને ન્યાયાલયનાં માધ્યમથી આ લડાઈ લડવા માટે વિસ્તૃત યોજના તૈયાર કરશે. દેશનાં તમામ શિક્ષકોને ન્યાય મળે ત્યાં સુધી સંઘર્ષ ચાલુ રહેશે. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *