તાપીમાં શ્રમિકો અને કર્મચારીઓની ફરજિયાત નોંધણી અંગેનું જાહેરનામુ

તાપી જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ આર.આર. બોરડ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
—
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા.30 : તાપી જિલ્લામાં જાહેર શાંતિ અને સલામતી જળવાઈ રહે તેવા આશયથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી આર.આર. બોરડે દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કર્યુ છે.
જિલ્લામાં તમામ મકાન બાંધકામ બિલ્ડર્સ તથા અન્ય ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામ પ્રાઈવેટ સેક્ટરના માલિકો, મેનેજમેન્ટ સ્ટાફ કે જેઓના યુનિટમાં કર્મચારીઓ, કારીગરો, મજુરો હાલમાં કામ ઉપર છે તથા કામ ઉપર રખાશે તેવા કાયમી, હંગામી, રોજીંદા કે કોન્ટ્રાક્ટરના કર્મચારીઓ, કારીગરો, મજુરોની હકીકત તૈયાર કરી સંબંધિત પોલીસ સ્ટેશનને તથા મામલતદારશ્રીને મોકલવાની રહેશે.
નોંધનીય છે કે, માલિક, કર્મચારી તથા જેના સંપર્કથી કામે રાખવામાં આવ્યા છે તેમના નામ, સરનામા, સંપર્ક નંબર, કામ પર રાખ્યાની તારીખ, વતનનું સરનામુ, કર્મચારી અને કર્મચારીના બે-ત્રણ સગા-સંબંધીઓના નામ, સરનામા ફોટોગ્રાફ સાથે આપવાના રહેશે.
આ જાહેરનામાની અમલવારી તા. ૨૫.૦૭.૨૦૨૬ સુધી કરવાની રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
000
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
