ઉનાળાની ગરમી વચ્ચે ફળોના રાજા ‘કેરી’ની ધૂમ

અથાણાં, મુરબ્બો અને છૂંદો બનાવવાની સીઝન ખીલી
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૮ : ઉનાળાની ગરમીની વચ્ચે જો કોઈ વાતની સૌથી વધુ રાહ જોવાતી હોય, તો તે છે ‘કેરી’. ફળોના રાજા ગણાતી કેરી અત્યારે કાચી અને પાકી બંને સ્વરૂપે બજારમાં ધૂમ મચાવી રહી છે. સ્વાદના શોખીનો આ સીઝનની આખું વર્ષ રાહ જોતા હોય છે. કાચી અને પાકી કેરી માત્ર સ્વાદમાં જ ઉત્તમ નથી, પરંતુ ઉનાળાની ઋતુમાં શરીરને સ્વસ્થ અને રીફ્રેશ રાખવા માટે કુદરતનું એક અનોખું વરદાન સાબિત થઈ રહી છે.
હાલમાં જિલ્લાના સ્થાનિક બજારોમાં વાડીઓમાંથી ઉતરેલી લીલીછમ કાચી કેરી આકર્ષણનું કેન્દ્ર બની છે. ગૃહિણીઓ દ્વારા વર્ષભર સાચવી શકાય તેવા ખાટા-મીઠા અથાણાં, મુરબ્બો અને છૂંદો બનાવવામાં આવી રહ્યો છે.
ઉપરાંત, દૈનિક ભોજનમાં દાળ-શાકનો સ્વાદ વધારવા તેમજ તીખી-મીઠી ચટણી બનાવવા માટે પણ કાચી કેરીનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થાય છે.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
