તાપી જિલ્લામાં એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામની સમીક્ષા બેઠક યોજાઈ

0
Experational block programme mitting held at tapi.
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા. 26 :– તાપી જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે મંગળવારે કલેક્ટરશ્રી દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને નીતિ આયોગના ‘એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ’ અંતર્ગત સમીક્ષા બેઠકમાં મહત્વપૂર્ણ ચર્ચા કરાઈ હતી.

 

બેઠકમાં કલેક્ટરશ્રી ચૌધરીએ જિલ્લાના આકાંક્ષી નિઝર અને કુકરમુંડા બ્લોકમાં શિક્ષણ, આરોગ્ય અને પોષણ, કૃષિ-પશુપાલન તથા પાયાની માળખાકીય સુવિધાઓ સહિતના વિવિધ મુખ્ય ક્ષેત્રોમાં થયેલી કામગીરીની તથા પ્રગતિનો ઝીણવટપૂર્ણ ચિતાર મેળવ્યો હતો.

 

બેઠક દરમિયાન કલેક્ટરશ્રી દેવ ચૌધરીએ ઉપસ્થિત તમામ સંબંધિત વિભાગના અધિકારીઓને પરસ્પર સંકલન સાધીને યોજનાકીય લક્ષ્યાંકો સમયસર પૂર્ણ કરવા અને છેવાડાના નાગરિકો સુધી સરકારી યોજનાઓના મહત્તમ લાભો પહોંચાડી બ્લોકનો સર્વાંગી વિકાસ ઝડપી બનાવવા માટે જરૂરી દિશાનિર્દેશો આપ્યા હતા.

 

આ બેઠકમાં ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી ખ્યાતિબેન પટેલ, જિલ્લા આયોજન અધિકારીશ્રી કે. વી. પટેલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. અનિલ વસાવા સહિત શિક્ષણ, આઈ. સી. ડી. એસ. વિભાગના તથા તાલુકાના સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

000

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

_________________

👉🏻 JOIN OUR TELEGRAME CHANNEL 👈🏻

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *