વસ્તી ગણતરીના સત્તાવાર પોર્ટલ પર સ્વયંભૂ માહિતી ભરી નાગરિકોને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરતાં રાજ્યમંત્રીશ્રી ડો. જયરામભાઈ ગામીત
વસ્તી ગણતરી એ લોકકલ્યાણ અને વિકાસ માટેનું મહત્વપૂર્ણ રાષ્ટ્રીય કાર્ય: રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીત
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 17. :- રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તેમજ પ્રવાસન રાજ્યમંત્રી ડો. જયરામભાઈ ગામીતે રાષ્ટ્રીય વસ્તી ગણતરી ૨૦૨૭ અંતર્ગત તેમણે નાગરિકોને પ્રેરણા પૂરી પાડતા, સ્વયંભૂ રીતે નિયત પોર્ટલ https://se.census.gov.in પર જઈને પોતાની જરૂરી તમામ વિગતો ભરીને સ્વ-ગણતરી કરી હતી.
આ પ્રસંગે તાપી જિલ્લા સહિત સમગ્ર રાજ્યના નાગરિકોને અપીલ કરતાં રાજ્યમંત્રી ડો. જયરામભાઈ ગામીતે જણાવ્યું કે, વસ્તી ગણતરી એ એક અત્યંત મહત્વપૂર્ણ રાષ્ટ્રીય કાર્ય છે. જેનો મુખ્ય આશય લોકકલ્યાણની વિવિધ યોજનાઓનું સચોટ અમલીકરણ અને ભવિષ્યના વિકાસ કાર્યોને સુનિશ્ચિત કરવાનો છે.
વધુમાં તેમણે કહ્યું કે, સમગ્ર રાજ્ય સહિત તાપી જિલ્લામાં વસ્તી ગણતરી માટેની સ્વ-ગણતરી પ્રક્રિયા તા. ૧૭ થી ૩૧ મે, ૨૦૨૬ દરમિયાન હાથ ધરાશે. આ સમયગાળા દરમિયાન જિલ્લાના તમામ નાગરિકો ઓનલાઈન પોર્ટલ પર જઈને પોતાની સાચી અને સંપૂર્ણ માહિતી આપી આ જનગણનામાં પોતાની સક્રિય ભાગીદારી નોંધાવવા અનુરોધ કર્યો હતો.
નોંધનીય છે કે, તા.૧ જૂન થી તા.૩૦ જૂન, ૨૦૨૬ દરમિયાન વસ્તી ગણતરી કર્મચારીઓ દ્વારા ઘરે-ઘર જઈ માહિતી એકત્રિત કરવામાં આવશે. જેઓએ સ્વ-ગણતરી કરી છે તેઓના SE id એકત્રિત કરશે.
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
_________________
👉🏻 JOIN OUR TELEGRAME CHANNEL 👈🏻
https://t.me/gujaratraksha
