તાપી જિલ્લાનાં રોજગારવાંચ્છુ યુવક-યુવતીઓ માટે સોનેરી તક

0
Rojgar bharti medo vshol
Contact News Publisher

તાપી જિલ્લા સેવા સદન ખાતે ૧૮મી મે ના રોજ ‘રોજગાર ભરતી મેળો’ યોજાશે

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા. ૧૩ :- તાપી જિલ્લાના રોજગારવાંચ્છુ યુવક-યુવતીઓને સ્વનિર્ભર બનાવવા અને સ્થાનિક સ્તરે રોજગારીની ઉત્તમ તકો પૂરી પાડવાના હેતુથી જિલ્લા રોજગાર વિનિમય કચેરી-વ્યારા દ્વારા આગામી તા. ૧૮/૦૫/૨૦૨૬ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે એક વિશેષ ‘રોજગાર ભરતી મેળા’નું આયોજન કરવામાં આવ્યું છે.

જિલ્લા સેવા સદન, (પાનવાડી) વ્યારા ખાતે બ્લોક નં-૪, ત્રીજા માળે યોજાનારા આ ભરતી મેળામાં જાણીતી કંપની VSOLE વીસોલ પાવર પ્રાઇવેટ લિમિટેડ (વીસોલ સોલર એનર્જી પ્રાઇવેટ લિમિટેડ, પલસાના) દ્વારા વિવિધ ૫૦ જેટલી ખાલી જગ્યાઓ ભરવા માટે રૂબરૂ ઇન્ટરવ્યુ લેવામાં આવશે.

આ ભરતી પ્રક્રિયામાં ડિપ્લોમા (મિકેનિકલ / ઇલેક્ટ્રિકલ), બી.ઈ. / બી.ટેક (મિકેનિકલ / ઇલેક્ટ્રિકલ), આઈ.ટી.આઈ. (ITI) તેમજ સ્નાતક શૈક્ષણિક લાયકાત ધરાવતા યુવક-યુવતીઓ ભાગ લઈ શકશે.

રોજગાર મેળવવા ઈચ્છુક પાત્રતા ધરાવતા યુવક-યુવતીઓએ પોતાના તમામ અસલ પ્રમાણપત્રો, તેની નકલો, બાયોડેટા અને પાસપોર્ટ સાઈઝના ફોટા સાથે નિયત સમયે અને સ્થળે ઉપસ્થિત રહેવા ઈ.ચા. રોજગાર અધિકારી, વ્યારા, જિ. તાપી દ્વારા અખબારી યાદીના માધ્યમથી અનુરોધ કરાયો છે.

 

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

_________________

👉🏻 JOIN OUR TELEGRAME CHANNEL 👈🏻

https://t.me/gujaratraksha

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *