નિઝરનાં લક્ષ્મીખેડાથી બોગસ ડોકટરને ઝડપી પાડતી તાપી એસ.ઓ.જી.
(મુકેશ પાડવી દ્વારા, નિઝર) : કે.ડી. મંડોરા પોલીસ ઈન્સ્પેકટર, એસ.ઓ.જી. શાખાની સીધી સુચના અને એન.પી. ગરાસીયા પોલીસ સબ ઈન્સ્પેકટર એસ.ઓ.જી. શાખા ના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. રાજેંન્દ્ર યાદવરાવ, અ.હેડ.કોન્સ. શરદભાઇ સુરજીભાઇ, અ.હેડ.કોન્સ. કમલેશભાઇ કુષ્ણાભાઇ તથા આ.પો.કો. અક્ષયકુમાર કાંતીલાલભાઇ નિઝર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનમાં બેસી પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એ.એસ.આઇ. રાજેન્દ્ર યાદવરાવ તથા આ.પો.કો. અક્ષયકુમાર કાંતીલાલભાઇને સંયુકત રીતે મળેલ ખાનગી બાતમી હકીકત આધારે લક્ષ્મીખેડાગામ તા.નિઝર માંથી એક બોગસ ડોકટર નામે લીન્ટુભાઇ ધ્રુવબાભાઇ બેરાગી ઉ.વ.૩૭ હાલ રહે.લક્ષ્મીખેડા મંદિર ફળિયા તા.નિઝર જી.તાપી મુળ રહે. ભાતબંગા પો.સ્ટ.દલુવાબારી થાના-ધાનતલા જીલ્લા.નદીયા (પશ્વિમ બંગાળ) ગેરકાયદેસર રીતે કોઇ પણ પ્રકારના કાયદેસરના અધિકાર વગર મેડીકલ પ્રેકટીસ કરે છે, અને આજુબાજુના ગામ માંથી આવતા બિમાર દર્દીઓની એલોપેથિક દવાઓ આપી સારવાર કરતા હોય તેની પાસે થી એલોપેથીક દવાઓ તથા મેડીકલ ને લગતુ સામાનનો જથ્થો કી.રૂ.૪૧,૮૯૨/-નો મુદામાલ રાખી ગુન્હો આચરેલ હોય તેઓના વિરૂધ્ધમાં નિઝર પો.સ્ટે. ખાતે ગુનો દાખલ કરેલ છે. કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી
(૧) કે.ડી. મંડોરા પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી. શાખા તાપી
(૨) એન.પી. ગરાસીયા પોલીસ સબ ઈન્સ્પેકટર, એસ.ઓ.જી. શાખા તાપી
(૩) એ.એસ.આઇ. રાજેન્દ્ર યાદવરાવ એસ.ઓ.જી. શાખા તાપી
(૪) અ.હે.કો. કમલેશભાઇ કુષ્ણાભાઇ એસ.ઓ.જી. શાખા તાપી
(૫) અ.હે.કો. શરદભાઇ સુરજીભાઇ એસ.ઓ.જી. શાખા તાપી
( ૬) આ.પો.કો. અક્ષયકુમાર કાંતીલાલભાઇ એસ.ઓ.જી. શાખા તાપી
(૭) આ.પો.કો. નરેન્દ્રભાઇ રમેશભાઇ એસ.ઓ.જી. શાખા તાપી
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
_________________
👉🏻 JOIN OUR TELEGRAME CHANNEL 👈🏻
https://t.me/gujaratraksha
