વ્યારા જિલ્લા સેવા સદન ખાતે ટ્રાફિક નિયમન અને રોડ સેફટી અંગે વિશેષ ડ્રાઇવ યોજાઇ

0
IMG-20260506-WA0010
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા.06 : આજે જિલ્લા સેવાસદન વ્યારા ખાતે જિલ્લા ટ્રાફિક શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ. બી. શેખ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી બી.બી. પરધનના માર્ગદર્શન હેઠળ જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા વિશેષ ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું.

સેવા સદન ગેટ નજીક આવતા સરકારી કર્મચારીઓ તેમજ અન્ય વાહનચાલકોની ચકાસણી દરમિયાન ટુ-વ્હીલર પર હેલ્મેટ વગર મુસાફરી, ફોર-વ્હીલર વાહનોમાં કાળા કાચ, સીટબેલ્ટ વગર ડ્રાઇવિંગ તથા વાહનોના જરૂરી દસ્તાવેજો જેમ કે PUC અને ઈન્સ્યોરન્સની તપાસ કરવામાં આવી હતી.

આ અવસરે ટ્રાફિક પોલીસ દ્વારા લોકોને ટ્રાફિક નિયમોનું કડક પાલન કરવા માટે સમજ આપવામાં આવી અને માર્ગ સુરક્ષા અંગે જાગૃતિ લાવવા માટે પેમ્ફલેટનું વિતરણ કરવામાં આવ્યું. અભિયાનનો મુખ્ય હેતુ અકસ્માતો ઘટાડવો અને લોકોમાં સુરક્ષિત વાહન ચલાવવાની સંસ્કૃતિ વિકસાવવાનો રહ્યો હતો.

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

_________________

👉🏻 JOIN OUR TELEGRAME CHANNEL 👈🏻

https://t.me/gujaratraksha

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *