શંકાસ્પદ મોપેડ સાથે માથા ભારે ઇસમને પકડી પાડતી સોનગઢ પોલીસ

0
Screenshot_20260506_151237_Samsung Notes
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૦૫/૦૫/૨૦૨૬ ના રોજ સોનગઢ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર, ડી.વી. ઢોલાએ સોનગઢ વિસ્તારમાં અવર નવર ચોરીના બનાવ બનતા હોય જે અનુસંધાને સાંજના પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલિંગ કરવા સુચના આપેલ હોય તે આધારે એ.એસ.આઇ. માર્મિકભાઇ હરેશભાઇ તથા અ.પો.કો રાજુભાઇ જીણાભાઇ તથા આ.પો.કો મોતીભાઇ રામાભાઇ સાથે સોનગઢ કિલ્લા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે વખતે સોનગઢ કિલ્લા પાસે એક શંકાસ્પદ ઇસમ નંબર પ્લેટ વગરની મોપેડ સાથે મળી આવતા તેનું નામઠામ પુછતા તેણે પોતાનું નામ નિલેશભાઇ ઉર્ફે ટાયસન રમણભાઇ કોંકણી ઉ.વ.૪૦ રહે.સોનગઢ, હાથી ફળીયુ તા.સોનગઢ જી.તાપી હોય જે મોપેડને નંબર પ્લેટ તેમજ મોપેડના દસ્તાવેજી પુરાવા બાબતે પુછપરછ કરતા તેએ ગલ્લા તલ્લા જવાબ આપેલ હોય જેથી મોપેડ તેણે ચોરી અથવા છળકપટથી મેળવેલ હોવાનું જણાયેલ હોય. જેથી મોપેડનો ચેચીસ નંબર જોતા MB8DP12PBR8706299 તથા એન્જીન નં.AF213547371 નો છે. તેમજ શંકાસ્પદ ઇસમની અંગ ઝડતી કરતા ચડ્ડાના ખીસ્સામાથી ઓપ્પો કંપનીનો સિલ્વર કલરનો મોબાઇલ મળી આવેલ જેની કિં.રૂ.૫,૦૦૦/- તથા બીજો સેમસંગ કંપનીનો કાળા કલરનો ક્રિપેડ મોબાઇલ મળી આવેલ.  મુદ્દામાલ સાથે પકડાઇ આવેલ શંકાસ્પદ ઇસમને સોનગઢ પો.સ્ટે સ્ટે.મા કાયદેસરની કાર્યવાહી અંતર્ગત અટક કરી આગળની વધુ તપાસ એ.એસ.આઇ. માર્મિકભાઇ હરેશભાઇ, સોનગઢ પો.સ્ટે. કરી રહેલ છે.

પકડાયેલ ઇસમ:-

1. નિલેશભાઇ ઉર્ફે ટાયસન રમણભાઇ કોંકણી ઉ.વ.૪૦ રહે.સોનગઢ, હાથી ફળીયુ તા.સોનગઢ જી.તાપી.

મળી આવેલ મુદ્દામાલ :-

1- નંબર પ્લેટ વગરની સુઝુકી કંપનીની એકસેસ મોપેડ, 2- મોબાઇલ નંગ-૦૨ ઉપરોક્ત કબજે કરેલ તમામ મુદ્દામાલની કુલ્લે કિ.રૂ.૩૫,૫૦૦/-

કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારીની વિગત.

1) શ્રી ડી.વી. ઢોલા, પોલીસ ઈન્સ્પેક્ટર, સોનગઢ પોલીસ સ્ટેશન નાઓના માર્ગદર્શન હેઠળ

2) એ.એસ.આઇ. માર્મિકભાઇ હરેશભાઇ, સોનગઢ પોલીસ સ્ટેશન.

3) અ.પો.કો. રાજુભાઈ ઝીણાભાઈ, સોનગઢ પોલીસ સ્ટેશન.

4) આ.પો.કો મોતીભાઇ રામાભાઇ, સોનગઢ પોલીસ સ્ટેશન

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

_________________

👉🏻 JOIN OUR TELEGRAME CHANNEL 👈🏻

https://t.me/gujaratraksha

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *