સોનગઢના ચોરવાડ ખાતે થયેલ ડબલ ફેટલના આરોપીને ટેન્કર સાથે કચ્છ જીલ્લામાંથી શોધી કાઢતી સોનગઢ પોલીસ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગત્ તા.૨૬/૦૪/૨૦૨૬ ના રોજ સોનગઢના ચોરવાડ ગામની સીમમાંથી પસાર થતા ને.હા.નં.૫૩ ઉપર રાજુભાઇની હોટલ સામે આરોપી કોઇ અજાણ્યા વાહન ચાલક જેનું નામ સરનામું કે વાહન નંબર જણાઇ આવેલ નથી તેણે પોતાના કબ્જાનું વાહન પુર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી ફરિયાદીના છોકરા અરવિંદભાઇ વનકરભાઇ વસાવાની યુનિકોર્ન મો.સા.નં. GJ-26-AG-2805 ને ટક્કર મારી એક્સિડન્ટ કરી શરીરે ગંભીર ઇજા પહોચાડી સ્થળ પર મોત નિપજાવી તેમજ તેની પાછળ બેસેલ સાહેદ પ્રતિગ્યાબેન દિલીપભાઇ વસાવા ઉ.વ. ૧૩ રહે. મહુપાડા તા. સાગબારા જિ. નર્મદાને પણ શરીરે ગંભીર ઇજા પહોંચાડી સ્થળ ઉપર મોત નિપજાવી તેમજ સાહેદ વૈશાલીબેન ગંભીરભાઇ વસાવા ઉ.વ. ૨૫ રહે. મહુપાડા તા.સાગબારા જિ.નર્મદાને પણ શરીરે ગંભીર ઇજા પહોંચાડી પોતાનું વાહન લઇ નાશી જઇ ગુનો કરેલ હતો.
જે એનડીટેકટ ગુનાને શોધી કાઢવા સારૂ સોનગઢ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર, ડી.વી. ઢોલાએ સુચના આપેલ હોય તે આધારે વાય.સી. જરગેલા, પોલીસ સબ ઇન્સ્પેકટર, એ.એસ.આઇ. માર્મિકભાઇ હરેશભાઇ, એ.એસ.આઇ. વિપુલભાઇ હરગોવન, અ.હે.કો. દશરથભાઈ ભુપતભાઈ, અ.પો.કો. રાજુભાઇ જીણાભાઇ તથા આ.પો.કો. મોતીભાઇ રામાભાઇએ આ ગુનામાં એકસીડન્ટ કરી નાસી જનાર અજાણ્યા વાહન ચાલકની ભાળ મેળવવા આજુબાજુ વિસ્તારના CCTV કેમેરા તેમજ માંડળ ટોલનાકા પરથી પસાર થતા વાહન ચાલકોની પુછપરછ કરતા આ ગુનામાં એકસીડન્ટ કરી નાસી જનાર ટેન્કર જેનો રજી.નં.GJ-02-AT-9846 હોય અને હાલમાં ટેન્કર કચ્છ જીલ્લાના ગાંધીધામ પો.સ્ટેશન વિસ્તારમાં આવેલ હોવાનું ટેકનિકલ સર્વલન્સ માહિતી દ્રારા જાણવા મળતા પોલીસ અધિક્ષકશ્રીની મંજુરી આધારે ગુનામાં સંડોવાયેલ ટેન્કર રજી.નં.GJ-02-AT-9846 ના ચાલક સુરેશસિંહ વજીરસિંહ રાવત ઉ.વ.૪૦ રહે.૧૫૯, બલાડીયો કા બાડીયા ગામ, મોટી પંચાયત, પોસ્ટ બદનોર, તા.બદનોર જી.બ્યાવર ૩૧૧૩૦૨. (રાજસ્થાન) ને ટેન્કર સાથે શોધી કાઢી ગુનામાં સંડોવાયેલ આરોપીની ધરપકડ કરી આગળની તપાસ પો.સ.ઈ. વાય.સી. જરગેલા કરી રહેલ છે.
પકડાયેલ આરોપી:-
સુરેશસિંહ વજીરસિંહ રાવત ઉ.વ.૪૦ રહે.૧૫૯, બલાડીયો કા બાડીયા ગામ, મોટી પંચાયત, પોસ્ટ બદનોર, તા.બદનોર જી.બ્યાવર ૩૧૧૩૦૨. (રાજસ્થાન)
ડિટેક્ટ થયેલ ગુનાની વિગત:-
(૧) સોનગઢ પોલીસ સ્ટેશન પાર્ટ A પાર્ટ એ ગુ.ર.નં.૧૧૮૨૪૦૦૪૨૬૧૦૮૭/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ-૨૮૧,૧૨૫(એ,બી), ૧૦૬(૧) તથા એમ.વી.એકટ ૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ.
કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારીની વિગત.
1) શ્રી ડી.વી.ઢોલા, પોલીસ ઈન્સ્પેક્ટર, સોનગઢ પોલીસ સ્ટેશન નાઓના માર્ગદર્શન હેઠળ, 2) વાય.સી.જરગેલા, પોલીસ સબ ઇન્સ્પેકટર, સોનગઢ પોલીસ સ્ટેશન, 3) એ.એસ.આઇ. માર્મિકભાઇ હરેશભાઇ સોનગઢ પોલીસ સ્ટેશન, 4) એ.એસ.આઇ. વિપુલભાઇ હરગોવનભાઇ સોનગઢ પોલીસ સ્ટેશન, 5) અ.હે.કો. દશરથભાઈ ભુપતભાઈ સોનગઢ પોલીસ સ્ટેશન., 6) અ.પો.કો. રાજુભાઈ ઝીણાભાઈ સોનગઢ પોલીસ સ્ટેશન. 7) આ.પો.કો. મોતીભાઇ રામાભાઈ સોનગઢ પોલીસ સ્ટેશન.
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
_________________
👉🏻 JOIN OUR TELEGRAME CHANNEL 👈🏻
https://t.me/gujaratraksha
