બાળકો તથા યુવાનોમાં વધતા ઓનલાઇન ગેમિંગનાં વ્યસન અને સાયબર ગુનાઓ અંગે જાગૃતિ કાર્યક્રમ કુકરમુંડા પોલીસ દ્વારા યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વર્તમાન સમયમાં બાળકો તથા યુવાનોમાં ઓનલાઇન ગેમિંગનું વધતું વ્યસન અને સાયબર સંબંધિત ગુનાઓને ધ્યાનમાં રાખીને, અત્રેના કુકરમુંડા પોલીસ સ્ટેશન ખાતે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આઈ.ડી. દેસાઈ તેમજ પો.સ.ઈ. ડી.આર. બથવાર (સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન) ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત કુકરમુંડા પોલીસ સ્ટાફ, જી.આર.ડી. સ્ટાફ, બાળકો તેમજ તેમના વાલીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન ઓનલાઇન ગેમિંગના દૂષણો, સાયબર ગુનાઓથી બચવાના ઉપાયો તથા સુરક્ષિત ઇન્ટરનેટ ઉપયોગ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે સાથે બાળકો અને તેમના માતા-પિતાનું કાઉન્સેલિંગ કરીને તેમને જાગૃત કરવામાં આવ્યા હતા.
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
_________________
👉🏻 JOIN OUR TELEGRAME CHANNEL 👈🏻
https://t.me/gujaratraksha
