એજન્સી અપાવવાની લાલચ આપી સાયબર ફ્રોડ કરનાર આરોપીને શોધી કાઢી ફરીયાદીની તમામ રકમ પરત અપાવતી કુકરમુંડા પોલીસ

0
IMG-20260421-WA0003
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગઇ તા.૨૩/૦૮/૨૦૨૫ ના રોજ મોહમદ યુસુફ અબ્દુલ સીદ્દિકી ઉ.વ ૨૬ રહે ફલેટ નં ૬૦૩, નુર કસ્ટલ કો.ઓ. હાઉસિંગ સોસાયટી લિમીટેડ મલાડ પુર્વ, મુંબઇએ ફરીયાદીને ગીફ્ટ હેમ્પર બનાવી તેમા કમીશન મળશે એવી લાલચ આપી ફરીયાદીના બેંક ઓફ બરોડા શાખા કુકરમુંડા ખાતે બેંક એકાઉન્ટ માંથી તથા ફરીયાદીના પિતરાઇ ભાઇ હસ્નેન એનુલહક મનસુરી ની UPI ID થી તેમજ ફરીયાદીના મિત્ર ફૈઝાન અહેમદ ઘાંચી ની ગુગલ-પે ઉપરથી અલગ-અલગ તારીખે અને સમયે કુલ-રૂ.૨,૫૦,૦૦૦/- નુ ઓનલાઇન ટ્રાન્ઝેકસન કરાવી ફરીયાદીને કમીશનના તેમજ ઓનલાઇન ટ્રાન્સફર કરેલ જે ગીફટ હેમ્પર ન બનાવી આપી તથા રૂપીયા પણ પરત નહિં આપી એક બીજાની મદદ કરી ઓન લાઇન છેતરપિંડી વિશ્વાસઘાત કરતા કુકરમુંડા પોલીસ સ્ટેશન સાયબર ફ્રોડનો ગુનો તા.૨૬/૦૨/૨૦૨૬ ના રોજ નોધવામાં આવેલ હતો અને કુકરમુંડા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટર આઈ.ડી. દેસાઈના તાબામાં ટીમ દ્વારા વિસ્તૃત તપાસ હાથ ધરવામાં આવી. જેના આધારે ટેકનીકલ એનાલીસીસ તથા હયુમન રિસોર્સથી આરોપી મોહમદ યુસુફ અબ્દુલ સીદ્દિકી ઉ.વ ૨૬ રહે ફલેટ નં ૬૦૩, નુર કસ્ટલ કો.ઓ.હાઉસિંગ સોસાયટી લિમીટેડ મલાડ પુર્વ, મુંબઇ  ને આ ગુના ના કામે અટક કરી ગુનો શોધી કાઢી પ્રશંસનિય કામગીરી કરેલ છે.

પકડાયેલ આરોપીઓ

(૧) મોહમદ યુસુફ અબ્દુલ સીદ્દિકી ઉ.વ ૨૬ રહે ફલેટ નં ૬૦૩, નુર કસ્ટલ કો.ઓ.હાઉસિંગ સોસાયટી લિમીટેડ મલાડ પુર્વ, મુંબઇનાઓને તા.૨૦/૦૪/૨૦૨૬ ના કલાક-૧૪/૩૫ વાગ્યે અટક કરવામાં આવેલ છે.

વોન્ટેડ આરોપીઓ :

(૧) શશાંકસિંઘ (૨) ગૌતમ મુલચંદ ગુપ્તા

ડીટેકટ થયેલ ગુનો

(૧) કુકરમુંડા પોલીસ સ્ટેશન “બી* પાર્ટ ગુ.ર.નં.૧૧૮૨૪ ૦૧૧૨૬૦૦૫૨/૨૦૨૬, ભારતીય ન્યાય સંહિતા- ૨૦૨૩ ની કલમ-૩૧૭(૨),૩૧૮(૪) તથા ધી ઇન્ફરર્મેશન એક્ટ કલમ-૬૭(સી),૬૬(ડી) મુજબ

આમ, કુકરમુંડા પોલીસ સ્ટેશન દ્વારા “સાયબર ક્રાઇમ” આચરતા આરોપીને પકડી પાડી તેઓ વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે.

કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારીની વિગત.

1) શ્રી આઈ.ડી.દેસાઈ.પોલીસ ઈન્સ્પેક્ટર કુકરમુંડા પોલીસ સ્ટેશન (તપાસ કરનાર અમલદાર), 2) અ.હે.કો. રવિભાઇ હરીયાભાઇ, નોકરી- કુકરમુંડા પોલીસ સ્ટેશન, 3) અ.પો.કો. મેહુલભાઇ માવજીભાઇ, નોકરી – કુકરમુડા પોલીસ સ્ટેશન, 4) આ.પો.કો. કમલેશભાઇ કિશનભાઇ, નોકરી – કુકરમુડા પોલીસ સ્ટેશન, 5) અ.પો.કો. જનકભાઈ મનુભાઈ, નોકરી – કુકરમુડા પોલીસ સ્ટેશન.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other