ઘરફોડ ચોરીના આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી ચોરીનો ભેદ ઉકેલતી નિઝર પોલીસ
(મુકેશ પાડવી દ્વારા, નિઝર) : તા.૨૧/૦૩/૨૦૨૬ ના કલાક : ૦૯/૦૦ થી તા.૨૨/૦૩/૨૦૨૬ ના કલાક : ૧૮/૩૦ વાગે નિઝરના ખનોરા ગામે, બબીતાબેન વસાવાના રહેણાંક મકાનમા સોના ચાંદીના ઘરેણાની ચોરીનો બનાવ બનેલ હોય જે ગુના સબંધે સુ.શ્રી એમ.ડી. વિઠ્ઠલપરા પોલીસ ઇન્સપેક્ટર નિઝર પોલીસ સ્ટેશનને ખાનગી બાતમી મળેલ કે, ખનોરા ગામે ચોરાયેલ સોના ચાંદીના ઘરેણા રૂમકીતળાવ ગામે બે ઇસમો વેચવાની ફિરાકમાં છે જેથી પો.ઈ. સુ.શ્રી એમ.ડી. વિઠ્ઠલપરા તથા પો.સ.ઈ. શ્રી એમ.આઈ. વસાવા, પો.કો. મુકેશભાઈ સેધાજી તથા અન્ય પોલીસ કર્મચારીઓ ખાનગી વોચ ગોઠવી સાયલા થી રૂમકિતળાવ બાજુ બે ઈસમો ચાલતા ચાલતા આવતા હોય જેમની પુછપરછ કરતા પોતાની પાસે રહેલ સોના-ચાંદીના ઘરેણા ખનોરા ગામે બંધ મકાનમાંથી ચોરી કરી હોવાનું કબૂલ કરેલ હોય જેથી આ બન્ને ઇસમો (૧) રાજુભાઈ છોટીયાભાઈ પાડવી ઉ.વ.૫૬, રહે, નિશાળ ફળીયું ખનોરા, પો. સાયલા, તા.નિઝર, જી.તાપી તથા (૨) વસંત સદુ પવાર ઉ.વ. ૫૩, રહે, સુંદરદે, બંદ્રીજીરા, તા. જી.નંદુરબાર (મહારાષ્ટ્ર) નાઓને ઉપરોક્ત ગુનાના કામે અટક કરી (૧) સોનાના મંગળસુત્ર નંગ-૦૨ કિ.રૂ. ૫૦,૦૦૦/-, (૨) ચાંદીના વાલા-૦૧ જોડી જેનું વજન ૧૫ તોલા જેની કિં.રૂ.૧૧,૦૦૦/- (૩) ચાંદીના સાંકળા-૦૧ જોડી જેનું કુલ વજન ૧૦ તોલા જેની કિં.રૂ.૮,૦૦૦/- તથા (૪) ચાંદીના સાંકળા-૦૧ જોડી જેનું કુલ વજન ૦૬ તોલા જેની કિં.રૂ.૩૭૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે તેમજ ઉપરોક્ત બન્ને આરોપીઓની વધુ પુછપરછ કરતા ચોરીમાં અન્ય આરોપી –દત્તુ રામદાસ પવાર ઉ.વ. ૪૭, રહે, દોંગડી, કન્ડયાલા, તા.સાક્રી જી.ધુલિયા (મહારાષ્ટ્ર)ને અટક કરી તેની પાસેથી (૧) સોનાની લોકેટ સાથેની ચેન નંગ-૦૧, જેનું વજન ૧૦ ગ્રામ જેની કિં.રૂ.૭૦,૦૦૦/- તથા (૨) ચાંદીના સારન્યા-૦૧ જોડી જેનું વજન ૪૦ તોલા જેની કિં.રૂ.૨૨,૦૦૦/- એમ મળી કુલ્લે રૂ. ૧,૬૪,૭૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી ચોરીમાં ગયેલ મુદામાલ ૧૦૦% રીકવર કરી આરોપીઓ વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
શોધાયેલ ગુનો :-
નિઝર પો.સ્ટે. A પાર્ટ ગુ.૨નં. ૧૧૮૨૪૦૦૭૨૬૦૧૩૨/૨૦૨૬, બી.એન.એસ. (BNS)-૨૦૨૩ ની કલમ-બી.એન.એસ. (BNS)-૨૦૨૩ ની કલમ-૩૦૫(એ), ૩૩૧(૩),૩૩૧(૪) મુજબ
પકડાયેલા આરોપીઓ :-
(૧) રાજુભાઈ છોટીયાભાઈ પાડવી ઉ.વ.૫૬, રહે, નિશાળ ફળીયું ખનોરા, પો. સાયલા, તા. નિઝર, જી.તાપી
(૨) વસંત સદુ પવાર ઉ.વ. ૫૩, રહે, સુંદરદે, બંદ્રીજીરા, તા. જી.નંદુરબાર (મહારાષ્ટ્ર)
(૩) દત્તુ રામદાસ પવાર ઉ.વ.૪૭, રહે, દોંગડી, કન્ડયાલા, તા.સાક્રી જી.ધુલિયા (મહારાષ્ટ્ર)
કામગીરી કરનાર ટીમ :-
સુ.શ્રી એમ.ડી. વિઠ્ઠલપરા પોલીસ ઇન્સપેક્ટર નિઝર પોલીસ સ્ટેશન, પો.સ.ઈ. શ્રી એમ.આઈ. વસાવા, પો.કો. મુકેશકુમાર સેંધાજી, પો.કો. મેહુલભાઈ અરવિંદભાઈ, પો.કો. કલ્પેશભાઈ મસાભાઈ, પો.કો. પૃથ્વિરાજ ઘનશ્યામસિંહ, પો.કો. સંતવાનભાઈ ગોમાભાઈ બ.નં.૯૪૨ તથા પો.કો.યતીનભાઈ શ્રાવણભાઇ, પો.કો. મનોજભાઈ વિરસંગભાઈ, પો.કો. સંદિપભાઈ ગાછાભાઈ તથા પો.કો. નિલેશભાઈ બ્રીજલાલભાઈએ કામગીરી કરેલ છે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
