ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ લેવા ‘આઈ-ખેડૂત’ પોર્ટલ તા. ૨૭ એપ્રિલ સુધી અરજી કરી શકાશે

Contact News Publisher

વર્ષ ૨૦૨૬-૨૭ માટે ટ્રેક્ટર, હાર્વેસ્ટર અને સ્માર્ટફોન સહિત ૪૨ ઘટકોમાં સહાય મેળવવા ઓનલાઇન અરજી કરી શકાશે

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા. 27 :- ખેતીવાડી વિભાગ દ્વારા અમલમાં મૂકાયેલ વિવિધ સહાય યોજનાઓનો લાભ ખેડૂતો સુધી સરળતાથી પહોંચાડવા માટે વર્ષ ૨૦૨૬-૨૭ના વર્ષ માટે ‘આઈ-ખેડૂત’ (i-Khedut) પોર્ટલ ખુલ્લું મુકાયું છે. રાજ્યના ખેડૂતો આગામી તા. ૨૭/૦૩/૨૦૨૬ થી તા. ૨૬/૦૪/૨૦૨૬ સુધીમાં વિવિધ ખેત ઓજારો અને સાધનો માટે ઓનલાઇન અરજી કરી શકશે.

આ વર્ષે કુલ ૪૨ જેટલા વિવિધ ઘટકો માટે સહાય જાહેર કરવામાં આવી છે. જેમાં મુખ્યત્વે કમ્બાઈન હાર્વેસ્ટર, કલ્ટીવેટર, રોટાવેટર, લેસર લેન્ડ લેવલર, સબસોઈલર, પોટેટો પ્લાન્ટર, ગ્રાઉન્ડનટ ડીગર, હેરો, પ્લાઉ અને પાવર ટીલરનો સમાવેશ કરાયો છે. તારની વાડ, સોલાર પાવર યુનિટ, પાક સંગ્રહ સ્ટ્રક્ચર (ગોડાઉન), માલ વાહક વાહન અને પંપ સેટ્સનો પણ સમાવેશ થાય છે. આ થકી ખેડૂતો માટે સ્માર્ટફોનની ખરીદી પર પણ સહાય ઉપલબ્ધ છે.

લાભ લેવા ઈચ્છતા ખેડૂતોએ ‘આઈ-ખેડૂત’ પોર્ટલ પર ઓનલાઇન નોંધણી કરાવવાની રહેશે. જે ખેડૂતોની નોંધણી બાકી હોય તેઓએ આધારકાર્ડ સાથે લિંક થયેલા મોબાઈલ નંબર પર મળતા OTP દ્વારા અથવા બાયોમેટ્રિક પદ્ધતિથી આધાર ઓથેન્ટિકેશન કરવાનું રહેશે. સફળ ઓથેન્ટિકેશન બાદ જ ખેડૂતો જે-તે ઘટક માટે જરૂરી વિગતો ભરીને પોતાની અરજી સબમિટ કરી શકશે, તેમ જિલ્લા ખેતીવાડી વિભાગ તાપી દ્વારા પ્રાપ્ત અખબારી યાદીમાં જણાવાયું છે.

ખેતીવાડી ખાતાની આ વિવિધ યોજનાઓનો મહત્તમ લાભ લેવા માટે તમામ ખેડૂત મિત્રોને સમયમર્યાદામાં ઓનલાઇન અરજી કરવા અનુરોધ કરવામાં આવે છે.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *