બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી પરિણામ જાહેર : 23 ઉમેદવારો વિજેતા

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, અમદાવાદ) : બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની તાજેતરની ચૂંટણીમાં કુલ 99 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા હતા, જેમાંથી 23 ઉમેદવારો વિજેતા જાહેર થયા છે. આ ચૂંટણીમાં સુરત જિલ્લાનો પણ નોંધપાત્ર પ્રભાવ જોવા મળ્યો હતો, જ્યાંથી કુલ 6 ઉમેદવારો વિજેતા બન્યા છે.

વિજેતા ઉમેદવારોમાં રબારી ભાવેશ અને પટેલ હિતેશ ખાસ નોંધપાત્ર રહ્યા હતા, જેમણે 1929ના વિનિંગ ક્વોટા પાર કરી સફળતા હાંસલ કરી છે. તેમાં પટેલ હિતેશ જીવણભાઈ ફરી એકવાર વિશ્વાસ જીતતા બીજી વખત ચૂંટાઈ આવ્યા છે.

આ તમામ ઉમેદવારોને વિજય અપાવવામાં ગુજરાતભરના વકીલમિત્રોએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમની પ્રાથમિકતા અને સમર્થનના કારણે આ ઉમેદવારોને જીત મળી છે. હવે આગામી પાંચ વર્ષ માટે આ 23 સભ્યો અમદાવાદ સ્થિત બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના કાર્યમાં પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપશે.

ચૂંટણી દરમિયાન 10થી 12 દિવસ સુધી ચાલેલી મતગણતરીમાં પટેલ નિલેશભાઈ દ્વારા સતત સચોટ અને વિગતવાર આંકડાકીય માહિતી પૂરી પાડવામાં આવી હતી. તેમની આગાહી લગભગ 90 ટકા સુધી સાચી સાબિત થઈ છે, જે પ્રશંસનીય માનવામાં આવે છે.

અંતમાં, વિજેતા બનેલા તમામ વકીલમિત્રોને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે અને તેઓ આવનારા સમયમાં ગુજરાતના વકીલ સમાજ માટે ઉત્તમ કામગીરી કરશે તેવી શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી છે.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *